People’s Bank of China
ભારતમાં સતત થઈ રહેલા ચીની સામાનના બહિષ્કારની વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. સૂત્રો મુજબ, ચીનની પીપલ્સ બેન્ક ઓફ ચાઇના (People’s Bank of China) એ વધુ એક ખાનગી બેન્કમાં હિસ્સેદારી ખરીદી છે. જોકે, બેન્ક તરફથી હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો. નોંધનીય છે કે, ગયા વર્ષે માર્ચમાં ચીનની કેન્દ્રીય બેન્કે HDFC Bank માં પોતાનું રોકાણ 1 ટકાથી વધારી દીધું હતું. ત્યારે આ બાબતે ઘણો હોબાળો થયો હતો.
પાછલા વર્ષે માર્ચમાં ચીનની કેન્દ્રીય બેન્કે એચડીએફસીમાં પોતાનું રોકાણ વધારીને 1 ટકાથી વધુ કરી દીધું હતું. ત્યારે તેના પર ખુબ હંગામો થયો હતો. પીપલ્સ બેન્ક ઓફ ચાઇના (People’s Bank of China) મ્યૂચુઅલ ફંડ, વીમા કંપનીઓ સહિત તે 357 સંસ્થાગત રોકાણકારોમાં સામેલ છે. જેણે હાલમાં ICICI બેન્કના ક્વોલિફાઇડ એન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) ઓફરમાં 15000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ICICI બેન્કે નાણા ભેગા કરવા માટે સંસ્થાગત રોકાણકારો પાસેથી રોકાણ કરવાનો પ્રયાસ કર્યો હતો તેમજ પાછલા સપ્તાહે તેનો ટાર્ગેટ પૂરો થયો છે.
ભલે પીપલ્સ બેન્ક ઓફ ચાઇના તરફથી HDFC માં કરવામાં આવેલું રોકાણ વધુ નહોતું, પરંતુ બજારમાં એ વાતને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ચીની કંપનીઓ કોરોનાના કારણે ભારતના બજારમાં ઘટાડાના સમયમાં લાભ ઉઠાવી રહી છે. તેથી ભારતીય કંપની (Indian Companies)ઓના બળજબરીથી અધિગ્રહણના ખતરાને પારખતા કેન્દ્ર સરકારે વિદેશી રોકાણ (FDI-Foreign Direct Investment)ના નિયમો કડક કરી દીધા છે
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.