Pitru Paksha
પિતૃપક્ષ (Pitru Paksha) ભાદરવા મહિનાની પૂર્ણિમાની તારીખથી શરૂ થાય છે અને અશ્વિન મહિનાની અમાવસ્યા એટલે કે આસો માસની અમાસ સુધી ચાલે છે. આ વખતે પિતૃપક્ષનો સમય 2 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી રહેશે. પિતૃપક્ષના 16 દિવસ હોય છે. જેને સોળ શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન તમારે કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. આ સમયે પિતૃઓના આશીષ મેળવવાનો અવસર હોય છે.
પિતૃપક્ષને (Pitru Paksha) પિતૃઓનો સમય માનવામાં આવે છે. તેથી આ સમયે કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. પિતૃપક્ષમાં નવા કપડા અથવા કોઈ નવી વસ્તુઓ ખરીદવી ન જોઈએ શાસ્ત્રોમાં આ દિવસોને શોકના દિવસો માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે પૂર્વજો પૃથ્વી પર આવે છે. તેથી તેઓ કોઈપણ સ્વરૂપમાં આવી શકે છે. કોઈ પણ પ્રાણી અથવા પક્ષીને હેરાન કરવા નહી આ સમય દરમિયાન કોઈ તમારા દરવાજા પર આવે તો તેને ખાલી હાથ પરત ન કરો.
શ્રાદ્ધકર્મના દિવસે તેલનો ઉપયોગ ન કરો, આ દિવસે અત્તર ન લગાવો. ઘરે, સાત્વીક ભોજન તૈયાર કરવું જોઈએ અને પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધકર્મના દિવસે પાન ન ખાવું અને પિત્રુપક્ષ પર બીજાના ઘરે જમવાનું ન લેવું.
તેમજ પિતૃ શ્રાદ્ધ કરતી વખતે લોખંડના વાસણનો ઉપયોગ ના કરવો. તેના બદલે અન્ય ધાતુના વાસણોનો ઉપયોગ થઈ શકે છે. તમે શ્રાદ્ધ કરવા માટે પિત્તળનો ઉપયોગ કરી શકો છો. જો તમે પિંડદાન કરી રહ્યા છો, તો બ્રાહ્મણને દર્ભના આસન પર બેસાડો. યથાશક્તિ દાન આપો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.