Pivanu pani na malta palikama hallabol

પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સિધ્ધપુર હાઇવે પાસે આવેલ રશિયન નગર સોસાયટી માં છેલ્લા ત્રણ મહિનાથી પાણી મળતું નથી. તેમ જ અગાઉ દૂષિત પાણી મળવાના કારણે સ્થાનિકો દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. પાલિકા દ્વારા કોઈજ યોગ્ય પગલાં ના લેવાતા આજે 35 જેટલી મહિલાઓ નગરપાલિકા ખાતે રજૂઆત કરતા આવી પહોંચી હતી. જ્યાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હાજર મળ્યા ન હતા. જેના કારણે રોષેભરાયેલ મહિલાઓએ થાળી વેલણ વગાડી તેમજ માટલા ફોડી પાલિકા ખાતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સરેઆમ નિષ્ફળ નીવડી હોવાની પ્રતીતિ પાટણના નગરજનો કરી રહ્યા છે. શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાઓ, સ્ટ્રીટ લાઇટની સમસ્યાઓ, રખડતા ઢોરોની સમસ્યાઓ, પીવાના પાણી માટેની સમસ્યાઓ, સ્વચ્છતા માટેની સમસ્યાઓ જેવી પ્રાથમિક સમસ્યાઓને લઈને હાલમાં પાટણના નગરજનો અનેક યાતના ભોગવી રહ્યા છે.

વોટરવર્ક શાખાના અધિકારીને આ મામલે રજૂઆત કરી રશિયન નગરના પાણીની સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવવા વિનંતી કરી હતી. અને જો રશિયન નગરની પાણીની સમસ્યાનુ નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં નગરપાલિકા વિરુદ્ધમાં જલદ કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચિમકી મહિલાઓએ ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024