PM Modi

  • ભારત અને ચીનનાં સૈનિકોની લદ્દાખમાં થયેલી અથડામણ પર આખરે વડાપ્રધાન કાર્યાયલ તરફથી નિવેદન સામે આવી ગયું છે.
  • ભારત-ચીન તણાવને લઈને PM Modi એ 19 જૂને સાંજે 5 કલાકે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
  • તેમજ આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે.
  • આ મીટિંગમાં ભારત-ચીન બૉર્ડરની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે.
  • જેમાં અલગ-અલગ પાર્ટીઓનાં અધ્યક્ષોને બોલાવવામાં આવશે.

  • જોકે ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે લદ્દાખની ગાલવાન ઘાટીમાં થયેલી અથડામણના લગભગ 36 કલાક બાદ સરકારે નિવેદન આપ્યું છે.
  • રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે કહ્યું કે ગાલવનમાં સૈનિકો ગુમવવા તે ખૂબ જ હેરાન કરનારી અને દુ:ખદ બાબત છે.
  • આપણા સૈનિકોએ સાહસ અને વીરતાનું પ્રદર્શન કર્યું અને ભારતીય સેનાની સર્વોચ્ચ પરંપરાને નિભાવતા તેમના જીવનનું બલિદાન આપ્યુું છે.
  • તથા રાષ્ટ્ર તેમની વીરતા અને બલિદાનને ક્યારેય ભૂલશે નહિ.
  • તેમજ રાજનાથે કહ્યું કે મારી સંવેદનાઓ આ શહીદ થનાર સૈનિકોના પરિવારોની સાથે છે. અને અમને ભારતના વીરોની વીરતા તથા સાહસ પર ગર્વ છે.
  • 19 જૂનનાં રોજ PM Modi સર્વપક્ષીય ડિજિટલ બેઠક કરશે
  • PM Modi તમામ પાર્ટીઓનાં પ્રતિનિધિઓ સાથે આ સ્થિતિ પર ચર્ચા કરશે.
  • જુદા જુદા રાજનીતિક પક્ષોના અધ્યક્ષ આ વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેશે.
  • જોકે, ભારત-ચીનની વચ્ચે સૈન્ય સ્તર પર વાતચીત અટકાવી દેવામાં આવી છે.
  • તેમજ સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે.
  • નોંધનીય છે કે, 15-16 જૂન દરમિયાનની રાત્રે ગલવાન ઘાટીમાં થયેલા હિંસક સંઘર્ષમાં ભારતના કમાન્ડિંગ અધિકારી સહિત 20 જવાન શહીદ થયા હતા.
  • તેમજ 4 જવાનોની હાલત નાજુક છે. તથા 43 ચીની સૈનિકો પણ માર્યા ગયા.
  • લદાખમાં 14 હજાર ફુટની ઊંચાઈએ આવેલી ગલવાન ઘાટીમાં LAC પર આ સંઘર્ષ 3 કલાક સુધી ચાલ્યો.
  • પથ્થરો, લાઠીઓ અને ધારદાર ચીજોથી હુમલો કરવામાં આવ્યો.
  • આ જ ગલવાનમાં 1962ના યુદ્ધમાં 33 ભારતીય જવાન શહીદ થયા હતા. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024