Sonia Gandhi

  • કોરોનાને કારણે સમગ્ર દેશમાં આર્થિક સંકટ ઊભું થયેલું છે
  • તો કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ (Sonia Gandhi) છેલ્લાં નવ દિવસથી સતત વધી રહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
  • Sonia Gandhi એ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને અંગે PM નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો.
  • Sonia Gandhi એ પત્રમાં જણાવ્યું કે, આવા સંકટના સમયમાં સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં સતત વધારો કરવામાં આવે તે યોગ્ય નથી.
  • સરકારે તત્કાલ આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ.
  • Sonia Gandhi એ પત્રમાં એમ પણ ણાવ્યું હતું કે, સરકારે લોકડાઉન વચ્ચે એક્સાઈઝ વધારીને ૨.૬ લાખ કરોડ રૂપિયા કમાઈ લીધા છે.
  • એક ટફ લોકો પાસે નોકરી-ધંધા નથી. તો બીજી તરફ સતત નોકરીઓ જઈ પણ રહી છે.
  • આવી આર્થિક મુશ્કેલીઓમાં ફસાયેલા લોકો ઉપર આવા બોજ નાખવા અયોગ્ય છે.
  • તથા સરકારની ફરજ છે કે, લોકોની મુશ્કેલી દૂર કરવી.
  • Sonia Gandhi એ જણાવ્યું હતું કે, છ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો છે.
  • સરકારે છેલ્લાં છ વર્ષમાં પેટ્રોલ ઉપર ૨૫૮ ટકા એક્સાઈઝ વધારીને પેટ્રોલમાં ૨૩.૭૮ રૂપિયાનો વધારો ઝીંકી દીધો હતો.
  • જ્યારે ડીઝલ ઉપર ૮૨૦ ટકા એક્સાઈઝ વધારીને ડીઝલમાં ૨૮.૩૭ રૂપિયાનો વધારો ઝીંકી દીધો હતો.
  • આના કારણે સરકારને અંદાજે ૧૮ લાખ કરોડની વધારાની આવક થઈ હતી.
  • તથા ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતો ગત અઠવાડિયાની સરખામણીએ અત્યારે ૯ ટકા ઓછી છે પરંતુ સરકાર લોકોને રાહત આપવા માગતી નથી.
  • જનતાને સ્વાસ્થ્ય બાબતો, આર્થિક બાબતો અને સામાજિક બાબતોએ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
  • તો આ સંજોગોમાં ભાવ વધારા યોગ્ય નથી.
  • તેમજ Sonia Gandhi એ પ્રશ્ન ઉઠાવ્યો કે, નાના-મોટા ઉદ્યોગો ડામાડોળ હોય, લાખો નોકરીઓ છીનવાઈ ગઈ હોય, મધ્યમવર્ગ અને ખેડૂતો પરેશાન હોય ત્યાં ભાવ વધારો કેટલો યોગ્ય ગણાય?
  • સરકારે તરત જ આ ભાવ વધારો પાછો ખેંચીને લોકોને રાહત આપવી જોઈએ.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News