ટ્રેન-18નું નિર્માણ આઇસીએફ ચેન્નઇએ 100 કરોડ રૂપિયાના ખર્ચે કર્યું છે. ટ્રેન-18 દેશની સૌથી ઝડપી ટ્રેન છે. ટ્રાયલ દરમિયાન આ ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક 180 કિલોમીટરથી વધુની રહી હતી. ટ્રાયલ દરમિયાન ટ્રેન-18ની સફળતાથી પ્રભાવિત થઇને રેલવે મંત્રી પિયૂષ ગોયલે તાજેતરમાં જ આઇસીએફને ચાલુ નાણાકીય વર્ષમાં આવી વધુ ચાર ટ્રેનો બનાવવા કહ્યું છે.

ટ્રેનની ખાસિયતોની વાત કરવામાં આવે તો ટ્રેનમાં બે વિશેષ ડબ્બા હશે. જેમાં 52-52 સીટો હશે અને બાકીના ડબ્બામાં 78-78 સીટો હશે. ઇન્ટર સિટી સફર માટે બનેલી આ ટ્રેનની સ્પીડ 160થી 180 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ટ્રેન પર 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. તમામ ડબ્બામાં વાઇ-ફાઇ રહેશે. સીટો 360 ડિગ્રી સુધી ઘૂમી શકે છે. ટ્રેનના દરવાજા ટચ સેન્સિટિવ હશે. જ્યાં સુધી ટ્રેન પુરી રીતે રોકાશે નહી ત્યાં  સુધી દરવાજા ખુલશે નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની સૌથી ઝડપી ટ્રેનને 29 ડિસેમ્બરના રોજ લીલી ઝંડી આપશે. સૂત્રોના મતે વડાપ્રધાન મોદી ‘ટ્રેન-18’ને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી રવાના કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, એન્જિન વિનાની દેશની પ્રથમ ટ્રેન શતાબ્દી ટ્રેનોનું સ્થાન લેશે અને આ દિલ્હી અને વારાણસી વચ્ચે દોડશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024