Government

હાલ કોરોનની મહામારીને કારણે લોકોના ઘણા કામો અટકી ગયા છે. ત્યારે કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે (Government) ફિટનેસ, આરસી, પરમિટ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજોનાં નવીકરણની મુદત 31 ડિસેમ્બર 2020 સુધી વધારી દીધી છે. જેથી જેમના ડ્રાઇવિંગ લાઇસન્સ, પરમિટ વગેરે ડોક્યુમેન્ટની મુદત પુરી થઈ છે, તેઓને 31 ડિસેમ્બર સુધી રાહત આપવામાં આવી છે.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : ‘Mirzapur 2’ની રિલીઝ ડેટ જાહેર કરાઈ

કોરોના લોકડાઉન દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે એક આદેશ જારી કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે સમયસીમા સમાપ્ત થયેલ ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી, ફિટનેસ સર્ટીફિકેટ, તમામ પ્રકારના પરમિટ અને અન્ય સંબંધિત દસ્તાવેજોની માન્યતા 30 જૂન 2020 સુધી વધારી દેવામાં આવી છે. ત્યારબાદ સરકારે આ સમયમર્યાદા સપ્ટેમ્બર અને હવે ડિસેમ્બર સુધી લંબાવી દીધી છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ જુઓ : આ યુનિવર્સિટીમાં ખાલી બેસવાના મળશે 1.41 લાખ રૂપિયા

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને, આ કચેરીઓમાં ઓછામાં ઓછી ભીડ એકત્રીત કરવા સૂચના આપવામાં આવી છે. લોકડાઉન અને કલમ 144 હજી પણ ઘણી જગ્યાએ હોવાથી દસ્તાવેજોના નવીકરણની કામગીરીને અસર થઈ છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે (Government) આ નિર્ણય લીધો છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024