PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં નરેન્દ્ર મોદી કોવિડ-19ની હાલની સ્થિતિ અને તેના વેક્સીનેશન અભિયાનને લઈને ચર્ચા કરશે. કોરોના સંક્રમણ કાળ દરમિયાન વડાપ્રધાને અનેક પ્રસંગે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા-વિચારણા કરી છે.
16 જાન્યુઆરીથી ભારતમાં શરૂ થઈ રહેલા કોરોના વેક્સીનેશનને લઈને વ્યાપક અભિયાનની તૈયારી ચાલી રહી છે. સીમર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) દ્વારા નિર્મિત ઓક્સફર્ડની કોવિડ-19ની વેક્સીન કોવિશીલ્ડ (Covishield) અને ભારત બાયોટેકની સ્વદેશમાં વિકસિત વેક્સીન કોવેક્સીન (Covaxin)ના દેશમાં સીમિત ઇમરજન્સી ઉપયોગને DCGIએ મંજૂરી આપી હતી.
આ પણ જુઓ : ગોડાઉનમાં પરિણીતાને એકલી જોઈ માલિકે રૂમનો દરવાજો બંધ કરી દુષ્કર્મ આચર્યું
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આગામી મકરસંક્રાંતિ, પોંગલ, લોહરી અને માઘ બિહૂ જેવા તહેવારોને ધ્યાને લઈ વિસ્તૃત સમીક્ષા કર્યા બાદ કોરોના વેક્સીનેશન અભિયાન 16 જાન્યુઆરી 2021થી આરંભ કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો.