Surat Amaroli

Surat Amaroli

સુરતના અમરોલી (Surat Amaroli) છાપરાભાઠા રોડ સ્થિત શ્રીરામનગરમાં આવેલા સાડીના ગોડાઉનમાં સાડી લેવા ગયેલ પરિણીતાને ગોડાઉનના માલિકે ગોડાઉનના રૂમનો દરવાજો બંધ કરી પરિણીતાને ધાકધમકી આપી દુષ્કર્મ આચાર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરતના અમરોલી છાપરાભાઠા રોડ વિસ્તારમાં રહેતી બે સંતાનની માતા એવી 23 વર્ષીય પરિણીતાએ છેલ્લા ત્રણ દિવસથી ઘર નજીક શ્રીરામનગર સોસાયટીમાં આવેલા અલ્પેશ ગોસ્વામીના સાડીના ગોડાઉનમાંથી મજુરી ઉપર સ્ટોન લગાડવા માટે ઘરે સાડી લાવવાનું શરૂ કર્યું હતું.

આ પણ જુઓ : મેડિકલના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ સાતમા માળેથી કૂદી આત્મહત્યા કરી

ગત બપોરે 12.30 કલાકે તે સાડી લેવા ગોડાઉન ઉપર ગઈ ત્યારે તેને એકલી જોઈ અલ્પેશની દાનત બગડી હતી. અલ્પેશે બાદમાં ગોડાઉનના રૂમનો દરવાજો બંધ કરી પરિણીતાને પતિ સહિત અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. જેથી પરિણીતાએ અમરોલી પોલીસ મથકમાં અલ્પેશ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તાપસ હાથ ધરી છે.