PM Narendra Modi
પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બે દિવસના ગુજરાતના પ્રવાસ માટે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદી ગુજરાતમાં આવી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કરવા તેમના નિવાસસ્થાને જશે. કેશુભાઇ પટેલના ઘરની સિક્યુરીટી એસપીજી હસ્તક છે. તેમજ ઘર તરફ જતા માર્ગ બંધકરી દેવાયા છે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરી દેવાયો છે.
ત્યારબાદ તેઓ મહેશ અને નરેશ કનોડિયાના નિધન પર શોક વ્યક્ત કરવા તેમજ પરિવારજનોને સાંત્વના આપવા તેમના નિવાસ્થાને પણ જશે, ગુજરાત મુલાકાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) કેશુભાઈ પટેલના નિવાસસ્થાન ગયા બાદ સાંત્વના અને દુઃખ વ્યક્ત કરવા મહેશ અને નરેશ કનોડિયાના નિવાસ્થાને પણ આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નરેશ કનોડીયાના પુત્ર હિતુ કનોડિયા અને કનોડિયા પરિવાર પર આવી પડેલી આફતમાં સાહનુભૂતિ આપવા સેક્ટર 8 માં કનોડિયા પરિવારના નિવાસસ્થાને પહોંચશે.
આ પણ જુઓ : પતિએ પત્નીને હેરાન કરનારને ઠપકો આપતાં પતિની કરી હત્યા
હાલ કનોડિયા પરિવારના નિવાસસ્થાનની આસપાસનો વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ પહોંચતા જ પીએમ નરેન્દ્ર મોદી માતા હીરા બાને પણ મળવા જવાના છે. એરપોર્ટ ખાતે એસપીજી, પોલીસ, બોમ્બ સ્ક્વોડ, તૈનાત કરાયા છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.