Narendra Modi
પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી 28 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવવાના છે. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન ઝાયડસ પ્લાન્ટની મુલાકાત કરશે અને ઝાયડસ કેડિલા વેક્સીનનું નિરીક્ષણ કરશે. ઝાયકોવ ડી વેક્સીનનું નિર્માણ થઈ રહ્યું છે.
એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જાણકારી આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો (SII)પ્રવાસ પણ કરશે. કોવિડ-19 વેક્સીન માટે SIIએ વૈશ્વિક દવા નિર્માતા એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય સાથે ભાગીદારી કરી છે.
આ પણ જુઓ : રાજકોટ અગ્નિકાંડમાં હોસ્પિટલના કર્મચારી અજય વાઘેલાએ કર્યું સાહસ ભર્યું કામ
પૂણેના મંડલાયુક્ત સૌરભ રાવે કહ્યું કે અમને શનિવારે પ્રધાનમંત્રી મોદીના સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આવવાની પૃષ્ટી થઈ છે. જોકે તેમનો વિસ્તૃત કાર્યક્રમ હજુ મળ્યો નથી. રાવે કહ્યું કે પ્રધાનમંત્રીના પૂણે આવવાની સંભાવના છે જો આમ થશે તો તેમનો ઉદ્દેશ્ય કોરોના વાયરસ સંક્રમણના વેક્સીન નિર્માતાની સ્થિતિ, ઉત્પાદન અને વિતરણના તંત્રની સમીક્ષા હશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.