વડોદરામાં ત્રણ દિવસથી પૂરની સ્થિતિ છે. જેને પગલે અનેક શહેરીજનો પાણીમાં ફસાયા છે અને તેઓ મદદની રાહમાં બેઠા છે. તેમાં પણ મોટાભાગના લોકો તો ત્રણ દિવસથી પાણી અને ભોજન વિના ટળવળી રહ્યા છે, ત્યારે પોલીસ લોકોની મદદે પહોંચી છે.

પૂરના પાણીમાં ફસાયેલા લોકોની મદદ માટે જ્યાં NDRF પહોંચી શકતી નથી ત્યાં પોલીસ પહોંચી રહી છે. પોલીસ અને સ્થાનિકો સાધનોના અભાવ વચ્ચે પણ લોકોની મદદ કરી રહી છે. આજે શહેરમાં પોલીસ દ્વારા પાટિયા નીચે ચાર પીપડા બાંધી હોડી જેવો ઘાટ બનાવી લોકોને પીવાનું પાણી અને ભોજન પહોંચાડી રહી છે.

વડોદરા શહેરના સ્ટેશન વિસ્તાર છેલ્લા બે દિવસથી પાણી પાણી થઇ ગયો હતો. જોકે આજે સ્ટેશન વિસ્તારમાં પાણી ઉતરવાનું શરૂ થઇ ગયું છે. આ ઉપરાંત રાવપુરા, કાલાઘોડા, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ઉતરી ગયા છે. આજે સાંજ સુધીમાં પૂરની સ્થિતિ દૂર થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. જોકે વરસાદની આગાહીને પગલે વડોદરાવાસીઓમાં ચિંતા જરૂર જોવા મળી રહી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024