New Delhi : PM મોદીએ રવિવારે સાંજે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા, તેમની સાથે 71 સંસદ સભ્યોએ પણ કેન્દ્રમાં મંત્રી પદ માટેનાં શપથ લઇ પોતાનો પદ ભાર સંભાળ્યું. NDAમાં BJP જેવી રીતે મુખ્ય અનવે સર્વેસરવા છે, તેવી જ રીતે BJPમાં PM મોદી અને અમિત શાહ સર્વેસરવા માનવામાં આવે છે. બનેં શીરસ્ત નેતા ગુજરાત મૂળનાં હોવાનાં કારણે અનેક રીતે ગુજરાતને ફાયદો આજ દિવસ સુધી થતો આવ્યો છે અને ગુજરાતનાં સાંસદોને પણ મંત્રી મંડળમાં સંખ્યા અને ખાતાનાં મહત્વ પ્રમાણે ઉચ્ચીત સ્થાન મળતા આવ્યા છે. હાલની સ્થિતિ જ્યારે BJP નહીં પણ NDA કોન્સનટ્રેટેડ કેન્દ્ર સરકારની છે ત્યારે સંસદમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા 6 મંત્રીઓનો મંત્રીમડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જાણી લો આ 6 મંત્રીઓને કયા ખાતની ફળવણી કરવામાં આવી એટલે કે, અહીં છે ગુજરાતનાં 6 મંત્રીઓને ફાળવવામાં આવેલા પોર્ટફોલિયોની વિગતો.
આ પણ વાંચો – અમદાવાદમાં ધોધમાર વરસાદ, વૈષ્ણોદેવી સર્કલથી નાના ચિલોડા સુધી ભારે વરસાદ
ગાંધીનગરના લોકસભા સાંસદ અમિત શાહને ગૃહ મંત્રાલય અને સહકાર મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યના રાજ્યસભા સાંસદ જગત પ્રકાશ નડ્ડા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ રસાયણ અને ખાતર મંત્રી તરીકે સેવા આપશે. રાજ્યના અન્ય રાજ્યસભા સાંસદ ડૉ. સુબ્રહ્મણ્યમ જયશંકરને વિદેશ મંત્રીની ભૂમિકા સોંપવામાં આવી છે.
જુઓ આ વીડિયો – Videos story – અમદાવાદમાં ધોધમાર વરસાદ, વૈષ્ણોદેવી સર્કલથી નાના ચિલોડા સુધી ભારે વરસાદ
પોરબંદર લોકસભા બેઠકના સાંસદ ડો. મનસુખ માંડવિયા યુવા બાબતો અને રમતગમત મંત્રી ઉપરાંત શ્રમ અને રોજગાર મંત્રીની જવાબદારીઓ સંભાળશે. નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલને જલ શક્તિ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. છેલ્લે, ભાવનગર લોકસભા બેઠક પરથી પ્રથમ વખત સાંસદ બનેલા નિમુબેન જયંતિભાઈ બાંભણીયા ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે ફરજ બજાવશે.