RSS ચીફ મોહન ભાગવતે મણિપુર પર કહ્યું- ચૂંટણી પતી ગઈ, હવે ધ્યાન આપો

 • RSSએ મોદી સરકારને ઝાટકી
 • વિરોધીઓને દુશ્મન ન ગણવા જોઈએ – મોહન ભાગવત

દેશમાં ત્રીજી વખત નરેન્દ્ર મોદીની સરકાર બની છે અને મંત્રીઓમાં પોર્ટફોલિયોની પણ વહેંચણી કરવામાં આવી છે. દરમિયાન, સોમવારે (10 જૂન), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતનું હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુર પર પહેલું નિવેદન બહાર આવ્યું છે. તેમણે નવી સરકારને મણિપુરને પ્રાથમિકતા આપવા અને હિંસા બંધ કરવાની અપીલ કરી છે.

નાગપુરમાં રેશીમબાગ ખાતે યોજાયેલાં કાર્યકર્તા વિકાસ વર્ગ દ્વિતિયમાં ભાગ લઈ રહેલાં તાલીમાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું , “લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય પ્રક્રિયા છે. આ કોઈ લડાઈ નથી. વિરોધીઓને દુશ્મન ન ગણવા જોઈએ. સંસદમાં ચૂંટાયેલા લોકોએ જ દેશ ચલાવવાનો હોય છે. જે પ્રકારે એકબીજા સામે અપપ્રચાર થયો, જે રીતે પ્રચાર થયો તેનાથી સમાજમાં વિસંવાદ જ સર્જાશે. ભાગવતે ચૂંટણીમાં શિષ્ટાચારના અભાવ બાબતે એફસોસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ચૂંટણી દરમ્યાન એક ચોક્ક્સ ગૌરવ જળવાવું જોઈએ. જે આ વખતે જળવાયું નહોતું. ભાગવતે વિરોધીને સ્થાને પ્રતિપક્ષ શબ્દ વાપરવોનું સૂચન કર્યું હતું તેમણે કહ્યું હતું કે આખરે વિપક્ષ પણ એક પક્ષ છે. તે કોઈ દુશ્મન નથી. તેમના  અભિપ્રાયોને પણ ધ્યાને લેવાવા જોઈએ” 

સંઘના વડાએ શીખામણ આપતાં જણાવ્યું હતું કે, “ચૂંટણીએ લોકશાહીમાં સર્વસંમતિ સાધવાની આવશ્યક પ્રક્રિયા છે અને સંસદમાં બંને પક્ષોને સ્થાન છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન એકબીજાની આકરી ટીકાઓ કરવાની, ટેકનોલોજીનો દુરૂપયોગ કરવાની અને ખોટી માહિતી ફેલાવવાની મથરાવટીની તેમણે ટીકા કરી હતી. ભાગવતે જણાવ્યું હતું કે પરસ્પર અપપ્રચાર કરવામાં આરએસએસ જેવા સ્વૈચ્છિક સંગઠનોને પણ ઘસડવામાં આવ્યા હતા. તેમણે ઉમર્યું હતું કે ચૂંટણી પ્રચાર દરમ્યાન કોઈએ અપપ્રચારથી દૂર રહેવાની દરકાર કરી નહોતી. જેના કારણે બંને જૂથો વચ્ચે ગજગ્રાહ વકર્યો હતો અને તેમાં સંઘ જેવા સંગઠનને પણ ઘસડવામાં આવ્યું હતું”

મણિપુર હિંસામાં 200 લોકોના મોત

ઉલ્લેખનીય છે કે મણિપુર છેલ્લા એક વર્ષથી સળગી રહ્યું છે. રાજ્યમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. 3 મે, 2023 ના રોજ, કુકી સમુદાયે મેઇતેઇ સમુદાય માટે અનુસૂચિત જાતિના દરજ્જાની માંગના વિરોધમાં અહીં એક કૂચ કરી હતી. જે બાદ બંને સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ પછી સમગ્ર રાજ્યમાં હિંસાની આગ ફેલાઈ ગઈ. ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 200 લોકો માર્યા ગયા છે, જ્યારે મોટા પાયે આગ લાગવાને કારણે હજારો લોકો વિસ્થાપિત થયા છે. આ આગમાં ઘરો અને સરકારી ઈમારતો બળીને રાખ થઈ ગઈ હતી.

PTN NEWSના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો : https://chat.whatsapp.com/IcLpmR90fu5FrOpynsbqoI

 • Nelson Parmar

  Related Posts

  ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

  હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક

  હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના જામીનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટે સુનાવણી પૂરી થાય ત્યાં સુધી અરવિંદ…

  You Missed

  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

  હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

  હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

  કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

  કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

  ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

  ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

  હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક

  હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક
  Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024 Rashifal 19-06-2024 Panchang 19-06-2024