Post Office New Rules

Post Office New Rules : પાટણ જિલ્લાની જાહેર જનતા માટે “ભારતીય ટપાલ ખાતા દ્વારા પોસ્ટ ઓફિસમાં વિવિધ ઉંચા વ્યાજ આપતી બચત યોજનાઓ જન જન સુધી પહોંચાડવવા માટે તથા સલામતી માટે તા.31.03.2023 સુધી “બચત વસંત મહોત્સવ”નું આયોજન કરવામાં આવેલ છે. જાહેર જનતાએ આ મહોત્સવનો લાભ લેવા માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. વધુમાં વિગત મેળવવા માટે વિભાગની વેબસાઇટ indiapost.gov.in તથા પ્લેટોરમાં એપ Postinfo પર પણ ઉપલબ્ધ છે.

છેલ્લા ત્રણ વર્ષમાં પોસ્ટ બચત ખાતામાં નાણાકીય વ્યવહાર નહીં કરનાર ગ્રાહકોના ખાતા થશે નિષ્ક્રિય

ઉપરાંત પાટણ ટપાલ ખાતાના બચતબેન્ક ખાતાધારકોને જણાવવાનું કે આપના બચતખાતામાં છેલ્લા ત્રણ વર્ષમાં જો કોઈ નાણાકીય વ્યવહાર થયેલ નહીં હોય તો તારીખ 01.04.2023 ના રોજથી એવા ખાતા નિષ્ક્રિય થઈ જશે જેની ખાસ નોંધ લેવી.

Post office Bank Account Minimum Balance

આવા ગ્રાહકોએ પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ 31.03.2023 સુધીમાં નાણાકીય વ્યવહાર કરી ખાતાને નિષ્ક્રિય થતાં બચાવી શકાશે. ઉપરાંત બચત ખાતામાં ઓછાંમાં ઓછી 500 રૂપિયાની સિલક રાખવી ફરજિયાત છે.

જો બચત ખાતામાં 500 રૂપિયાથી ઓછી સિલક હસે તો ખાતામાં વર્ષે 50 રૂપિયા દંડની રકમ પેટે રહેલી સિલકમાંથી કપાઈ જશે આમ થતાં છેવટે રૂપિયા પચાસ કરતાં પણ ઓછી રકમના બચતા ખાતા એની મેળે બંદ થઈ જશે એવી અધિક્ષક ડાકઘર પાટણ વિભાગની અખબારી યાદીમાં જણાવવામાં આવેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024