- BHAVNAGAR : અગ્નિકાંડની વાસ્તવિકતા રજૂ કરતાં પોસ્ટર્સ હટાવ્યા
- “રાજકોટની આગમાં ભારતનું ભવિષ્ય ભ્રષ્ટાચારની આગમાં ભડથું થયું”
- પોલીસે ટ્રકને થંભાવી દેતાં માહોલ ગરમાયો હતો
- બનાવ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની ચકચારી દૂર્ઘટનાના પડઘાં હજુ શમ્યા નથી. તેવામાં ભાવનગર શહેરમાં ગઈકાલે નિકળેલી રથયાત્રામા જલદ્ વિધાન સાથે અગ્નિકાંડની દૂર્ઘટનાને હૂબહુ રજૂ કરતાં ફ્લોટસવાળો ટ્રકના આયોજકો સાથે પોલીસે જોહુકમી કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.પોલીસે જલદ્ વિધાનો લખેલાં પોસ્ટર્સને ઉતરી કબ્જે કર ટ્રકને થંભાવી દેતાં માહોલ ગરમાયો હતો. જો કે, આયોજકોએ રથયાત્રા સમિતિમાં વાત કરાવતાં પોલીસે આખરે પોસ્ટર્સ વગર ટ્રકને મુક્ત કરતાં તે ફરી યાત્રામાં જોડાયો હતો…..
વધુ વિગત જોઈએ તો, રથયાત્રામાં સવારના સમયે શહેરના સર્જાયેલાં હાઈ-વૉલ્ટેજ ડ્રામાની વિગત એવી છે કે, બાળગોપાલ રામદેવપીર મિત્ર મંડળે રાજકોટ અગ્નિકાંડની ઘટનાનું વર્ણન તથા મૃતકોને શ્રધ્ધાંજલિ સાથે સદ્ગતના મોત માટે જવાબદારો અંગે ટિપ્પણી રજૂ કરતો ફલોટ્સ રથયાત્રામાં જોડ્યો હતો. જે ટ્રકને રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ૪૪મો નંબર આપવામાં આવ્યો હતો.શહેરના સુભાષનગરથી પ્રસ્થાન પામેલી રથયાત્રામાં આ ફલોટ્સ સાથેનો ટ્રક જોડાયો હતો. જો કે, અંદાજે ત્રણેક કિ.મી. દૂર સરદારનગર પાસે પહોંચતાં પોલીસના અમુક કર્મચારીઓએ તેને અટકાવ્યો હતો. અને ટ્રકની બન્ને બાજૂ લાગવેલાં વિવિધ પોસ્ટર્સને ઉતરાવી કબ્જે લીધા હતા. એટલું જ નહીં, ફ્લોટ્સ સાથેના ટ્રકને પણ યાત્રાના રૂટમાંથી કિનારે લાવી એક સ્થળે થંભાવી દેવામાં આવ્યો હતો. જે મામલે ફલોટ્સના આયોજકો અને પોલીસ વચ્ચે શાબ્દિક તકરાર પણ થઈ હતી…..
જ્યારે, આ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતાં આ બનાવ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે, આ ઘટનામાં સરકારી બાબૂઓની વરવી ભૂમિકા સામે આવી રહી છે. તેવામાં ભ્રષ્ટાચારીઓના પાપે બનેલી આ ઘટનાને વાચા આપતાં ફલોટસ પર પોલીસની જોહુકમીની પણ ચારેકોરથી ટિકા થઈ રહી છે.