Scam
દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજનામાં ખોટી રીતે 1191 ખાતામાં નાણાં જમા કરી દેવાતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જિલ્લામાં કુલ 2,26,000 ખેડૂતો આ યોજનામાં નોંધાયેલા છે. તેમજ આ અરજીઓ પૈકી માત્ર 35, 893 અરજીઓની તપાસ કરાતા તેમાંથી 32, 727 ખાતેદારો ન હોવાનો પર્દાફાશ થયો છે. સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા 1 લાખ કરતા વધુ અરજીઓ થઈ છે, ત્યારે તમામ અરજીઓની ચકાસણી કરાશે તો જ સાચુ તથ્ય બહાર આવે તેમ છે.
દાહોદમાં પ્રધાનમંત્રી કિસાન યોજનામાં કૌભાંડ (Scam) સામે આવતા યોજનાનુ રજિસ્ટ્રેશન તાત્કાલિક અસરે બંધ કરાવાયું છે. દાહોદમા કુલ 2.73 લાખ એન્ટ્રીમાથી 1.43 લાખ એન્ટ્રી શંકાસ્પદ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ કારણે 1.43 લાખ સેલ્ફ એન્ટ્રી શંકાના દાયરામાં હોવાનું ખુલ્યું છે.
સરકારે કુલ એન્ટ્રીના આધારે અત્યાર સુધી 163 કરોડ 80 લાખ રૂપિયા ખાતાઓમાં નાખી દીધા છે. ખરેખર 1.43 લાખ એન્ટ્રી ખોટી હોય તો સરકારના બે હજાર લેખે 26.86 કરોડ ચાઉ થયાનું નકારી શકાય તેમ નથી. આ કૌભાંડ (Scam) માં બાળકોના ખાતામાં પણ સહાયના બે હજાર રૂપિયા જમા થયા હોવાની માહિતી પણ સામે આવી છે.
આ ઉપરાંત તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે અરજીઓ ઓનલાઈન કેવી રીતે કરવામાં આવે છે? તે સૌથી પહેલાં જાણવામાં આવશે. ત્યારે દરેક તાલુકાઓમાં ટીએલઈની તપાસ પણ એટલી જ જરૂરી છે. પરંતુ તેના પાસવર્ડ ક્યાંથી કેવી રીતે લીક થયા તે સૌથી મોટો પ્રશ્ન છે.
સાઈબર ક્રાઈમની મદદ પણ જરૂરી છે. ત્યારે જિલ્લામાં કેટલા સેન્ટર ક્યાં ક્યાં ચાલતા હતા અને કોણ ચલાવતું હતું તે દિશામાં પોલીસ તપાસ કેમ નથી કરતી તે ઉકેલ માંગતો કોયડો છે. આવા સેન્ટર સંચાલકોની પુછપરછ કરવામાં આવે તે પણ જરૂરી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.
