- આજરોજ ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા : કે.સી.પટેલ ( પૂર્વ પ્રદેશ મહામંત્રી )
- પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે મીડિયા વર્કશોપ કાર્યાલય યોજાયો
ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણી નજીક આવતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. પાટણ જિલ્લામાં ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે જેના ભાગ રૂપે ગુરુવારે ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પટેલ ના માર્ગદર્શન હેઠળ પ્રદેશના સહપ્રવક્તા કિશોરભાઈ મકવાણાની ઉપસ્થિતમાં જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનરોનો મીડિયા વર્કશોપ યોજાયો હતો.
પ્રદેશના સહપ્રવક્તા કિશોરભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સરકારની પ્રજા લક્ષી વિવિધ યોજનાઓ તેમજ સંગઠનની પ્રજા લક્ષી મહત્વની ભૂમિકાને આંતળિયાર વિસ્તારોની પ્રજા સુધી પહોંચાડવામાં મીડિયાનો મહત્વનો ફાળો રહેલો છે.
મીડિયા વર્કશોપમાં સહપ્રવકતા કિશોરભાઈ મકવાણા , ઉત્તર ઝોન કનવિનર રેખાબેન ચૌધરી , સહ કનવિનર રાજુભાઈ ભટ્ટ , જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર , પૂર્વ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ , પ્રદેશ મંત્રી જયશ્રી બેન દેસાઈ , જિલ્લાના મીડિયા કનવીનર જયેશ દરજી અને સહકનવિનર હાજર રહ્યા હતા.