Viswanathan Anand
બોલીવૂડમાં હવે વર્લ્ડ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ (Viswanathan Anand) ના જીવન પર બાયોપિક બનવા જઈ રહી છે. વિશ્વનાથને પોતાની લાંબી કારકિર્દીમાં પાંચ વખત વર્લ્ડ ચેમ્પયનશિપ જીતી ચુક્યો છે અને ભારતના પહેલા ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યો છે.
તેણે આ સ્ક્રિપ્ટને મંજૂરી આપવાનું કહેવાઇ રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વરસથી શરૃ કરવામાં આવશે. સૂત્રની વાત સાચી માનીએ તો, વિશ્વનાથન આનંદ પર બનનારી ફિલ્મને બોલીવૂડના જાણીતા દિગ્દર્શક આનંદ એલ રાય ડાયરેકટ અને પ્રોડયુસ કરશે.
આ પણ જુઓ : અમદાવાદમાં મહિલા સહિત 11 શખ્સોએ વેજલપુર પોલીસને જાહેરમાં માર માર્યો
જોકે દિગ્દર્શક તેમજ વિશ્વનાથને પોતાની તરફથી સત્તાવાર કોઇ રીતે ઘોષણા કરી નથી. તેમજ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવશે તેની પણ જાણકારી હજી મળી નથી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.