psi physical exam result

ગુજરાત પોલીસ પીએસઆઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સપેક્ટરની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. (PSI Physical Test Result) આ ટેસ્ટમાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવી છે. (PSI Physical Test Result List) પીએસઆઈની કસોટીમાં 96,000 થી વધારે ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી છે. આ ઉમેદવારોની હવે પ્રિલિમીનરી પરીક્ષા યોજાશે.

રાજ્યમાં 3 ડિસેમ્બરથી પીએસઆઈ સંવર્ગની કસોટી લેવામાં આવી હતી. આ શારીરિક કસોટીમાં લાખોની સંખ્યામાં ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માટે સામે આવ્યા હતા. ઉમેદવારો માટે 15 કેન્દ્રો પર શારીરિક કસોટી યોજવામાં આવી હતી. જે કસોટીઓ પૂર્ણ થતા પીએસઆઈ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

પ્રિલિમીનરી પરીક્ષા 15 ફેબ્રુઆરી પછી કોઈ પણ રવિવારે યોજાશે

શારીરીક કસોટી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોઇ ઉતીર્ણ થયેલ ઉમેદવારોની નિયમ મુજબ પ્રિલિમીનરી પરિક્ષા લેવાશે. આ પ્રિલિમીનરી પરિક્ષા ફેબ્રુઆરીની 15 તારીખ પછીના કોઇપણ રવિવારે લેવાનું આયોજન કરવામાં આવી રહેલ છે. ચોકકસ તારીખ નકકી થયેલી વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. જે અંગે લાગતા-વળગતાઓએ નોંધ લેવી.

વાંધા અરજી માટે

જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી તા.21/01/2022 સુધીમાં પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-13, સરિતા ઉધાનની નજીક, સેકટર-9, ગાંધીનગર – 382007 ખાતે રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી મોકલી આપવાની રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024