દાહોદનો સાયકો કિલર દિલીપ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

Dahod
- Advertisement -

This browser does not support the video element.

Dahod

મધ્યપ્રદેશની પોલીસે એન્કાઉન્ટરમાં દાહોદ (Dahod) નજીક ખરેડી ગામના કુખ્યાત સાયકો કિલરને ઠાર માર્યો છે. દિલીપ દેવળ દાહોદમાં બે હત્યા કરી આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો હતો. જે દરમિયાન તે પેરોલ જમ્પ કરી 2 વર્ષથી ફરાર હતો. ફરાર થયા બાદ તે મધ્યપ્રદેશના રતલામમાં રહેતો હતો.

દિલીપ દેવળે રતલામમાં દેવદિવાળીના દિવસે એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરી હતી. ત્યારે એક એન્કાઉન્ટરમાં દિલીપ દેવળ ઠાર મરાયો છે. દેવ દિવાળીના દિવસે દિલીપ દેવળ તેમજ તેના સાગરિતોએ લૂંટ ચલાવી હતી. દિલીપ દેવળને મધ્યપ્રદેશની પોલીસ શોધી રહી હતી. પોલીસે દિલીપ દેવળને પકડવા જતાં તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું જેમાં 5 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા.

Dahod

આ પણ જુઓ : 15 મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિન્યુએબલ એનર્જી પાર્કના ખાતમૂર્હત માટે કચ્છ આવશે

ગત મોડી રાત્રે મધ્યપ્રદેશની રતલામ પોલીસે રતલામની હોમગાર્ડ કોલોની નજીજ દિલીપ દેવળને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. પોલીસે દિલીપને પકડવા માટે રતલામ ડિવિઝનની તમામ તેમજ ગુજરાતની તમામ બોર્ડરો સીલ કરી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.