PUBG Game – ધ્યાનમાં રાખવા જેવી બાબતો – ટીપ્સ. PTN News
દરેક વ્યક્તિ આ સમયે PUBG Game વિશે વાત કરી રહ્યું છે. અહીં જાણો PUBG Mobile માં તમે સારી રીતે રમી શકો તે માટે કેટલીક ટોચની ટિપ્સ છે.
કેવી રીતે PUBG ગેમ તમારા મોબાઇલમાં સેટ કરવી
લોગીન કુશળતાથી પસંદ કરો: PUBG મોબાઇલ પર સાઇન-ઇન કરવા માટે તમે ગેસ્ટ તરીકે પણ રમી શકો છો, અથવા ફેસબુકનો ઉપયોગ કરી શકો છો અથવા Twitter નો પણ ઉપયોગ કરી શકો છો. ફેસબુક અથવા ટ્વિટરનો અર્થ છે કે તમારે તમારા એકાઉન્ટથી કનેક્ટ કરવું પડશે, સોસીઅલ મિડિયા થી જોડાવાનો ફાયદો એ થશે કે ભવિષ્યમાં તમારા ડેટાને તે સાચવશે જેથી તમે તમારી બધી પ્રગતિ ગુમાવ્યા વગર બીજા ફોન અથવા ટેબલેટ પર સ્વિચ કરી શકો.
તમારો ફોન તૈયાર કરો: PUBG મોબાઇલ એ એક ઓનલાઈન રમાતી ગેમ છે અને તમારા ફોનને તેના શ્રેષ્ઠમાં હોવું જરૂરી છે. જે કંઈપણ તમને તેના પર જરૂર નથી તે દૂર કરો, background માં ચાલતી બધી બિનજરૂરી એપ્લિકેશનો બંધ કરીદો, બેટરી સેવર બંધ કરો, ડેટા સેવર્સને બંધ કરો, શ્રેષ્ઠ અનુભવ માટે નાઈટ મોડ બંધ કરો.
તમારા નેટવર્કને તૈયાર કરો: આમ તો તમે નેટવર્ક સેટિંગ માં બૌ બદલાવ કરી સકતા નથી, પરંતુ ગેમના સારા અનુભવ માટે, તમારે PUBG સાથે સારા ઈન્ટરનેટ જોડાણની જરૂર છે. મોબાઈલ નેટવર્કમાં વારંવાર વેરિયેબલ સ્પીડ હશે જેથી Wi-Fi હોય તો વધુ સારુ. તમારા નેટવર્કની સ્પીડ ચકાસો અને જ્યારે સ્પીડ ઓછી હોય એવા સમયે રમવાનું રહેવાદો.
તમારા હેડફોનોને કનેક્ટ કરો: PUBG માં તમારા સાથીઓ સાથે સચોટ વાત કરવા હેડફોન વાપરો આનાથી તમને સારી રીતે અવાજ સંભાળવા મળશે અને સાથે જ તમારા દુશ્મનો ની નાની નાની હરકતો ધ્યાનથી સાંભળી શકાશે.
“તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.“