રાધનપુર : ૧પમી ઓગસ્ટને લઈ રાધનપુરમાં યોજાઈ મોકડ્રીલ

રાધનપુર મારુતિ પ્લાઝા હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ કણાવતીમાં બે ઈસમો ઘાતક હથિયારો સાથે ઘુસી જવા પામ્યા હતા. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલા સાથે હોટલ કણાવતી ખાતે દોડી આવી હતી.

પોલીસ દવારા હોટલ કણાવતીને ચારેય તરફથી કોર્ડન કર્યા બાદ હોટલના ઉપરના માળેથી પોલીસે બે ઈસમોને ઝડપી પાડયા હતા. તો આ પકડાયેલા ઈસમો પાસેથી અલગ અલગ હથિયારો સહિતનો મુદામાલ મળી આવ્યો હતો.

તો પોલીસે તમામ મુદામાલ જપ્ત કરી ઈસમોની અટકાયત કરી હતી.
૧પમી ઓગસ્ટને લઈ રાધનપુર પોલીસ દવારા મોકડ્રીલ કરવામાં આવી હતી તો ઓચિંતી મોકડ્રીલથી વેપારીઓમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. રાધનપુરમાં મોકડ્રીલની વાત સામે આવતાં વેપારીઓએ રાહત અનુભવી હતી.