Radhanpur BJP MLA Lavingji Thakor Controversy : રાધનપુર ભાજપનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર થયા ગંભીર આક્ષેપ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીડિત વેપારી દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો.
ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને તેમના સાગરીતો રાધનપુરના વેપારી વર્ગ પાસેથી પૈસા પડાવવા હેરાનગતિ કરતા હોવાના લાગ્યા ગંભીર આક્ષેપ વેપારી દ્વારા પત્રમાં કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય અને તેમના સાગરીતો દ્વારા પૈસા પડાવવા હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ કરતા પાટણ જીલ્લાનું રાજકારણ ગરમાયુ છે.
આ પત્રમાં વેપારીએ આક્ષેપ કરતા લખ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ૧૯૮૦ સ્થાપનાથી અમો પરીવાર તથા ઠક્કર સમાજ પક્ષના કપરા સંજોગોમાં સાથે રહેલા છીએ, અમો પક્ષ અને દેશ વડાપ્રધાનમાં અતુટ શ્રધ્ધા ધરાવીએ છીએ. પરંતુ કમનશીબે ૧૬- રાધનપુરના ધારા સભ્ય લવીંગજી સોલંકી તથા તેના સાગરીતો સુરેશ ઠાકોર, રામાભાઈ આહીર તેમનો દિકરો નરસીહ ઠાકોર નામના વ્યક્તિઓ વૈપારીવર્ગને પૈસા પડાવવાના હેતુસર હેસનગતી કરી રહ્યા છે. મારી કાયદેસરની જમીનમાં પણ ખોટા ડખા ઉભા કરાવેલ છે. ધારાસભ્ય ભા.જ.પ.તા નામે જીતને બીજા જ દિવસે કટ્ટરપંથી મહેબુબખાન વારાહી વાળાને ત્યાં લગ્નમાં હાજરી આપેલ. મહેબુબખાન પરિવાર દ્વારા હિન્દુ દીકરીના અપહરણ તથા હિન્દુ યુવાનો પર અસંખ્ય હુમલા કેસો થયેલ છે. આમ, લવીંગજી તથા તેના સાગરીતોના કામો પાર્ટી માટે બદનામ થઈ રહી છે. તો આ બાબતે ખાતગી રાહે તપાસ કરાવીને યોગ્ય પગલા લેવા મારી ના વિનંતી છે.