રાધનપુર તાલુકાના ચલવાડા ખાલી પડેલી સીટ નંબર પાંચની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મસુબેન જોરાજી ઠાકોર નો વિજય ૯૧ મતે થતાં કોંગ્રેસની પરંપરા સીટ જાળવી રાખી હતી.
સ્વ.જોગાજી ઠાકોરનું કોરોનાના કારણે અવસાન થયું હતું ત્યારે ચલવાડા સીટ ના મતદારોએ તેમની પત્નીને કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદ કરી તેમના તરફી મતદાન કરી વિજય બનાવી સાચી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. જોરાજી ઠાકોર કોંગ્રેસના એક પીઢ આગેવાન હતા લોકો વચ્ચે રહીને લોકોના કામકાજ કરી હંમેશા લોક સેવા કરતા હતા તેમનો કોરોના ના કારણે અચાનક અવસાન થતા
આવી પડેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે તેમના ધર્મપત્ની મસુ બેન ઠાકોર ને ટીકીટ આપતા ચલવાડા સીટ નંબર પાંચ ના મતદારોએ કોંગ્રેસના ઉમેદવાર ને વિજય બનાવી સ્વ જોરાજી ઠાકોર ને સાચી શ્રદ્ઘાંજલિ આપી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ૯૧ મતે વિજય થતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી
તેમના હરીફ ઉમેદવાર ભાજપના રમેશ ઠાકોર ની હાર થઈ હતી ભાજપના ઉમેદવારને જીતાડવા માટે ભાજપના મંત્રી સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પરંતુ મતદારોનો ઝોક કોંગ્રેસ તરફી હોવાના કારણે કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.