દેવકાહર ધામમાં દેવીપૂજક સમાજ દ્વારા આસો સુદ-બીજના દિવસે પરંપરાગત યજ્ઞ યોજાયો હતો. દેેવીપૂજકોની તમામ સમસ્યાઓનું નિરાકરણ અહીં થાય છે.
ભુવાજી બનાવવા માટેની વિધિ અહીં થાય છે વિશેષમાં વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સુખશાંતિ માટે પ્રાર્થના યોજાઈ હતી. હવનના યજમાન પદે પટણી મહેન્દ્રભાઈ રામજીભાઈએ લાભ લીધો હતો. દેવકારધામના પ્રમુખ રામચંદભાઈ પટણીની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
હડકઈ માતાના મંદિરે ધજા વિધિ પણ યોજાઈ હતી. તેમ પાટણ પટણી સમાજના અગ્રણી પેઈન્ટર પ્રકાશભાઈએ જણાવ્યું હતું. આ કાર્યક્રમાં નિવૃત્ત જિલ્લા આયોજન અધિકારી (બનાસકાંઠા) આઈ.કે. પટણીએ જણાવ્યું હતું કે પટણી સમાજમાં સુખશાંતિ માટે દર આસો સુદ-બીજના દિવસે યજ્ઞ યોજવામાં આવતો હોવાનું જણાવ્યું હતું.