રાજયના હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી માવઠાની અસર રહેવાની સંભાવનાઓ વ્યકત કરતાં ગતરોજ મોડીરાતથી કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી સાથે સાથે રાધનપુર માર્કેટયાર્ડમાં પડેલા કમોસમી વરસાદથી વેપારીઓને મોટુ નુકશાન થવા પામ્યું હતું.
માર્કેટયાર્ડમાં વેપારીઓનો પડેલો માલ કમોસમી પડેલા વરસાદને લઈ પલળી જવા પામ્યો હતો. જેમાં એરંડા, ગવાર, અડદ અને મગ સહિતનો માલ વરસાદી પાણીમાં પલળતા વેપારીઓને મોટુ નુકશાન થવા પામ્યું છે.
સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે સરકારે અમને આગોતરી જાણ ન કરતાં અમારો લાખો રુપિયાનો માલ પલળી જતાં લાખો રુપિયાનું નુકશાન થવા પામ્યું હોવાનો બળાપો મીડિયા સમક્ષા વ્યકત કર્યો હતો.