રાધનપુર (Radhanpur) નગરપાલિકા ખાતે ૧૦૪ જેટલા સફાઈ કામદારો વર્ષોથી રાધનપુર નગરપાલિકાની (Radhanpur Nagar Palika) સફાઈ કરતા હતા તેમછતાં ભરતીમાં સફાઈ કામદારો સામે અન્યાય થતાં સફાઈ કર્મીઓ બે દિવસથી સફાઈની કામગીરીથી અળગા રહયા હતા.
સફાઈ કર્મચારીઓ સતત બે દિવસથી નગરપાલિકાની ઓફિસે ધરણા પર બેઠા હતા જેમાં કામદારોને ન્યાય ના મળતાં પાલિકામાં હોબાળો મચાવ્યો હતો. અને પાલિકાની કચેરીમાં ઘુસી પોતાનો આક્રોશ વ્યકત કરતાં અફરાતફરી મચી જવા પામી હતી. સફાઈ કર્મીઓએ આક્ષેપ કર્યો હતા કે નવીન ૧૬ કામદારોની ભરતીમાં પાલિકાના અધિકારીઓએ રુપિયા લઈને ભરતી કરી છે.
Radhanpur રાધનપુર : નગરપાલિકામાં સફાઈ કર્મીઓએ કર્યો હોબાળો
રાધનપુર નગરપાલિકા ખાતે કામદાર મજૂરોએ પાલિકા ચેમ્બરમાં ઘુસી પોતાના વાળવાના સાવરણા ટેબલ પર પછાડી પોતાને થયેલા અન્યાય સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
તો કામદાર મજૂરોએ ચીફ ઓફિસર સામે ૧૬ કર્મચારીઓની પૈસા લઈને ભરતી કરી હોય તેવા પણ આક્ષોપો કર્યાં હતા. તો પાલિકાના સફાઈ કામદારોને થયેલા અન્યાયને ન્યાય અપાવવા માટે કામદાર મજૂરો વિરોધ નોંધાવી રહયા છે. તો કામદારો મજૂરોને ન્યાય નહીં મળે તો વિરોધ અકબંધ રહેવાનું પણ જણાવ્યું હતું.