Rahul
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ Rahul ગાંધીએ શનિવારે મોદી સરકાર પર નિશાન સાધતા ટ્વિટ કર્યું કે, ‘લઘુતમ શાસન, મહત્તમ ખાનગીકરણ’ આ સરકારની વિચારસરણી છે.
मोदी सरकार की सोच –
‘Minimum Govt Maximum Privatisation’कोविड तो बस बहाना है,
सरकारी दफ़्तरों को स्थायी ‘स्टाफ़-मुक्त’ बनाना है,
युवा का भविष्य चुराना है,
‘मित्रों’ को आगे बढ़ाना है।#SpeakUp pic.twitter.com/Lu8BKjJ7bg— Rahul Gandhi (@RahulGandhi) September 5, 2020
તો આ સાથે જ કોંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે, સરકાર માટે કોવિડ તો એક બહાનું છે. સરકારી ઓફિસોને સ્થાયી સ્ટાફ મુક્ત બનાવવી છે. તથા યુવાનોનું ભવિષ્ય ચોરી લેવું છે. અને મિત્રોને આગળ વધારવા છે. જો કે, રાહુલે (Rahul) જે ખબર ટ્વીટ કરી તે પ્રમાણે, કોરોના સંકટને જોતા સરકારે નવી સરકારી નોકરી પર પાબંધી લાદી છે.
નોંધનીય છે કે, યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બી.વી. શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે PM મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે છેલ્લા છ વર્ષમાં 14 કરોડ નોકરીઓ છીનવી લીધી છે. તથા તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્રની ભાજપ સરકાર અને મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણની સરકારે યુવાનો સાથે વિશ્વાસઘાત કર્યો છે.
શ્રીનિવાસે વધુમાં કહ્યું કે વડા પ્રધાન મોદીએ દર વર્ષે બે કરોડ નોકરીઓનું વચન આપ્યું હતું, આ પ્રમાણે છ વર્ષમાં 12 કરોડ રોજગાર આપવો પડ્યો. પરંતુ મોદી સરકારે 14 કરોડ નોકરીઓ છીનવી લીધી છે.
તેમણે વધુ ઉમેર્યું કે, ભારતીય યુવા કોંગ્રેસ દેશનું સૌથી મોટું સંગઠન છે. દેશની જીડીપી 23.7 ઘટી છે અને દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણ તેને એક્ટ ઓફ ગોડ કઇ રહ્યા છે એટલે કે, ભગવાને આવું કર્યું હોવાની વાત કરી રહ્યા છે. શ્રીનિવાસે કહ્યું કે, રોજગાર આપો, અભિયાન ચલાવીને યુવા કોંગ્રેસ આવનારા સમયમાં સિગ્નેચર કેમ્પેઇન, મિસ કોલ, પોસ્ટકાર્ડ લખીને પ્રધાનમંત્રીનો ઘેરાવો કરીને રોજગારની માગણી કરશે. તેમ છતાં જો રોજગારી નહીં મળે તો સંપૂર્ણ મંત્રી મંડળનો ઘેરાવો કરશે. આ રીતે અમે ભાજપ સરકારને રોજગાર દો અભિયાન દ્વારા ઘેરવાનું કામ કરીશું.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.