Railway

વડોદરા SOG એ ભારત સરકારના રેલવે ભરતી બોર્ડ દ્વારા રેલવે (Railway) કોર્ટોમાં નોકરી માટે ગુજરાત રાજયના 54 થી વધુ શિક્ષિત ઉમેદવારો પાસેથી રૂપિયા 1 કરોડ પડાવનાર ટોળકીને ઝડપી પાડી છે. તથા શહેરના ઓલ્ડ પાદરા રોડ મનિષા ચોકડી પાસેની ઉદય નગર સોસાયટીમાં ભાડાની ઓફીસમાં તપાસ દરમ્યાન રેલવેના લોગો, ત્રણ સિંહના અશોક સ્તંભના રબર સ્ટેમ્પ સહીતના કોથળાઓ ભરીને નકલી દસ્તાવેજો કબજે કરવામાં આવ્યાં છે.

આ કૌભાંડના માસ્ટર માઈન્ડે બોલીવુડની ફિલ્મ સુપર-26 ની જેમ તેના બે સાગરીતોને રેલવે (Railway) ભરતી બોર્ડના નકલી ઓફીસર બનાવ્યા હતા. તથા તેઓ મુંબઈ, જયપુર તથા દિલ્હીની હોટલોમાં કોન્ફરન્સ હોલ ભાડે રાખીને લેખીત પરીક્ષા લીધી હતી. ત્યાર બાદ ઉમેદવારોને શોર્ટ લીસ્ટ કરીને જુદી જુદી પોસ્ટ ઉપર એપોઈન્ટમેન્ટ લેટર પણ મોકલાવ્યાં હતા. ઉપરાંત વ્યકિત દિઠ રૂપિયા 70 હજારથી 05 લાખ સુધીની તગડી રકમ ખંખેરીને રૂપિયા 1 કરોડ ભેગા કર્યાં હતાં.

આ પ્લાનનો માસ્ટર માઈન્ડ તુષાર પુરોહિત ગત વર્ષે વડોદરામાં જ વાઘોડિયા રોડ વિસ્તારમાંથી રેલવે (Railway)ભરતી કૌભાંડમાં પકડાયો હતો તથા 8 મહિના પહેલા રૂપિયા 22 લાખના જામીન ઉપર છુટયો હતો ત્યાર પછી આ ભેજાબાજે નવા સાગરીતો શોધીને પિૃમ વિસ્તારમાં ઓફીસ શરુ કરીને રેલવે ભરતી કૌભાંડ શરૂ કર્યુ હતુ.

મુખ્ય આરોપી તુષાર યોગેશ પુરોહિત (રહે, અમૃત વીલા એપાર્ટમેન્ટ, નવરંગપુરા, અમદાવાદ, મૂળ રાજપીપળા, નર્મદા)એ કેટલાક મહિનાઓથી ઓલ્ડ પાદરા રોડ, મનિષા ચોકડી પાસે ઉદય નગર સોસાયટીમાં ઓફીસ ભાડે રાખી હતી. સહ આરોપી કૌશલકુમાર ઘનશ્યામ પારેખ (રહે, વાસણા રોડ, મધુકુંજ સોસાયટી અને દિલીપ સોમા સોલંકી (રહે, કણબીપાલી, ઘોઘંબા, પંચમહાલ) ને ટ્રેનિંગ આપીને રેલવેના નકલી ઓફીસર બનાવ્યા હતા. દિલ્હી આર.ટી.ઓ. સંકુલમાં દુકાન ધરાવતાં ગજુ અને રાજુ નામના વ્યકિત પાસેથી રેલવેના લોગો, રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભ સહીતના નકલી ડોકયુમેન્ટસ મંગાવ્યા હતા. આ બંન્ને જણાંને એસ.ઓ.જી.એ વોન્ટેડ જાહેર કર્યાં છે.

તાજેતરમાં 08 મહિના પહેલા જ રૂપિયા જામીન ઉપર છુટેલાં તુષાર પુરોહિતની હિલચાલ ઉપર SOG ની નજર હતી. SOG ની ટીમે ગઈકાલે વોચ ગોઠવીને આરોપી તુષાર યોગેશ પુરોહિત, કૌશલ કુમાર ઘનશ્યામ પારેખ અને દિલીપ સોલંકીની ધરપકડ કરી હતી. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના 54 ઉમેદવારો પાસેથી રેલવે કોર્ટમાં પી.એસ.ઓ., ક્લાર્ક અને આસિસ્ટન્ટ ટુ ડી.આર.એમ. જેવી પોસ્ટ ઉપર નોકરી અપાવાના બહાને બોગસ એપોઈન્ટમેન્ટ લેટર આપીને લગભગ રૂપિયા 1 કરોડ ઉઘરાવી લીધા હોવાની હકિકત ખુલી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024