સુરતમાંથી એક હાઈપ્રોફાઈલ (High profile)કૂટણખાનાનો પર્દાફાશ કરાયો છે. સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્હીગેટ વિસ્તારમાં આવેલી બે હોટલોમાં ચાલી રહેલો દેહવ્યાપર મહિધરપુરા પોલીસે રંગેહાથે પકડી પાડ્યો હતો. તો બન્ને હોટલોમાં રંગરેલિયા કરવા આવેલા 14 પુરુષો અને 9 મહિલાઓને અટકાયત થઈ. તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

વિનસ હોટલમાં દેહવ્યાપાર માટે બોલાવાયેલી સાત યુવતીઓ અને 11 પુરુષોની અટકાયત કરાઈ હતી. જ્યારે રોયલ સ્ટાર હોટેલમાંથી 2 લલનાઓ તથા ત્રણ પુરુષોનને પકડી પાડવામાં આવ્યા હતા. તથા પોલીસે આ બન્ને હોટલોમાંથી પકડાયેલા પુરુષો અને દેહવ્યાપાર કરવા આવેલી યુવતીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

મળતી માહિતી મુજબ, મહિધરપુરા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીગેટ વિસ્તારમાં આવેલી વિનસ હોટલ અને રોયલ સ્ટાર હોટલમાં બહારથી યુવતીઓ બોલાવી (High profile કૂટણખાના) દેહવ્યાપારનો ધંધો થતો હોવાની બાતમી મળી હતી. પોલીસ મથકના પીઆઈની સીધી સૂચનાથી બન્ને હોટલોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024