Rain

  • હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 5 દિવસ હળવા અને મધ્યમ વરસાદ (Rain) ની આગાહી કરવામાં આવી છે.
  • ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો ભારે વરસાદ આવી શકે છે.
  • હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગરમાં એક દિવસના વિરામ બાદ આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે.
  • કડાકા ભડાકા સાથે ભાવનગરમાં ધોધમાર 2 ઈંચ અને ઘોઘામાં 1 ઈંચ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
  • જો કે, ધોધમાર વરસાદ (Rain) થી રસ્તા પર પાણી ભરાયા છે.
  • આજે વહેલી સવારથી ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
  • 45 મિનિટમાં ભાવનગરમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ભાવનગર ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
  • તો ઘોઘા પંથકમાં પણ દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.
  • ત્યારે ભાવનગર શહેરમાં 46 મીમી વરસાદ (Rain) નોંધ્યો છે.
  • ઘોઘામાં 29 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે ઘોઘામાં એક ઇંચ વરસાદ આવ્યો છે.
  • બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
  • આજે વહેલી સવારથી ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે વાશેરા કંપાના ખેતરોમાં પાણી ભરાયા છે.
  • સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે.
  • અરવલ્લીમાં વરસાદ પડવાથી મુરઝાતા જતા ખેતીપાકને જીવતદાન મળ્યું છે.
  • તથા તાપી જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.
  • તાપી જિલ્લાના વાલોડ, ડોલવણ, કુકરમુંડા, સોનગઢ, ઉચ્છલ, વ્યારામાં પણ વરસાદ પડ્યો છે.
  • ઉકાઈ ડેમની જળસપાટી 323.32 ફૂટ પહોંચી ગઈ છે.
  • તેમજ ઉકાઈ ડેમમમાં 1050 ક્યૂસેક પાણીની આવક-જાવક છે.
  • પંચમહાલ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.
  • ગોધરા સહિતના વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
  • વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે.
  • ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું છે.
  • ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદી આગમન થયું છે.
  • જિલ્લામાં ખેડૂતો દેવતરસ્યાની જેમ મેઘરાજાની રાહ જોઈ રહયા હતા.
  • લાંબા સમયથી મેઘરાજાએ વીરામ લેતાં ઉભો પાક સુકાઈ જવાની પણ ભીતિ હતી.
  • વહેલી સવારથી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
  • વડોદરાના વાઘોડિયામાં પણ આજે વરસાદ પડી રહ્યો છે.
  • 10 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ પડ્યો છે.
  • વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.
  • તમને જણાવીએ કે વાઘોડિયામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
  • ભાવનગરમાં 45 મિનિટ સુધી કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ (Rain) પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
  • શહેરના માર્ગો પરથી પાણી ફરી વળ્યા હતાં. ધોધમાર વરસાદને લઈને વહેલી સવારે નોકરી-ધંધા પર જતા લોકો અટવાયા હતા.
  • આ સાથે જ રસ્તા પર પાણી ભરાય જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
  • આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થતા ગરમીથી ત્રસ્ત લોકો ખુશ થયા હતા.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024