Rain
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં હજુ આગામી 5 દિવસ ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. સોમવારે સવારે 6 કલાક સુધીમાં રાજ્યનાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છનાં મુંદ્રામાં માત્ર બે જ કલાકમાં સૌથી વધુ 3.72 ઇંચ વરસાદ (Rain) ખાબક્યો હતો. રવિવારે સૌરાષ્ટ્રમાં મહત્તમ વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ હતી. તથા સાબરકાંઠાના પ્રાંતિજમાં 88 એમએમ, રાજકોટનાં ધોરાજીમાં 84 એમએમ, અમરેલીનાં ઝાફરાબાદમાં 84 એમએમ જ્યારે રાજકોટનાં ઉપલેટામં 76 એમએમ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ‘દક્ષિણ ગુજરાત અને તેને સંલગ્ન અરેબિયન સમુદ્રમાં તેમજ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશથી ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન દક્ષિણ ગુજરાતમાં ટ્રો સર્જાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દ્વારકા, જુનાગઢ, અમરેલી,ગીર સોમનાથ,દીવમાં વરસાદ (Rain) ની સંભાવના છે. જ્યારે મંગળવારે એટલે 15મી સપ્ટેમ્બરનાં રોજ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી છે.
બુધવારે વલસાડ, દમણમાં તો ગુરૂવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ અને શુક્રવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત મધ્યમથી ભારે વરસાદ (Rain) પડી શકે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.