Rain

  • ગુજરાત રાજ્યમાં ચોમાસુ શરુ થઇ ગયું છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ (Rain) નોંધાયો છે.
  • તો જેમા સૌથી વધુ ગાંધીનગરનાં માણસા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
  • આ બાદ અમરેલીના સાવરકુંડલામાં 3.92 ઇંચ વરસાદ નોંધાયો છે.
  • તાપીનાં સોનગઢમાં 3.72 અને કડીમાં 3.70 ઇંચ વરસાદ નોંધાયો છે.
  • તથા રાજ્યમાં હજી બે દિવસ વરસાદી સિસ્ટમ (Gujarat Rain Forecast) છવાયેલી છે
  • આ કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી છે.
rain
  • ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરના ચોટિલામાં 81 mm , તાપીનાં નિઝરમાં 72 mm, ખેડાના કપડવંજમાં 66 mm, ઊાવનગરમાં 59 mm, મહેસાણામાં 58 mm વરસાદ (Rain) નોંધાયો છે.
  • મહત્વનું છે કે, રાજ્યમાં બે દિવસ વરસાદ બાબતે હવામાન વિભાગે આગાહી કરી છે.
  • હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ હળવાથી ભારે વારસાદ પડી શકે છે.
  • જો કે, રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદી માહોલ જામ્યો છે.
  • જે અનુસંધાને આગામી ત્રણ દિવસ સુધી વરસાદ (Rain) ની આગાહી આપવામાં આવી છે.
  • તો આ આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
  • હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 25 અને 26 જુલાઇ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
  • અરબી સમુદ્રમાં અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતાં ગુજરાતમાં વરસાદ (Rain) આવી શકે છે.
  • હાલ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.
  • ત્યારે હવે હવામાન વિભાગે રાજ્યના અલગ અલગ વિભાગમાં થન્ડરસ્ટોર્મની આગાહી આપી છે.
  • ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ચોમાસામાં દક્ષિણ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં સિઝનનો 50 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે.
  • જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 35 ટકા જેટલો વરસાદ થવા પામ્યો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024