101 taluka

  • છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં 101 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે.
  • સૌથી વધુ વરસાદની વાત કરીએ તો દ્વારકાના કલ્યાણપુરમાં 3.75 ઈંચ વરસાદ પડ્યો છે.
  • જ્યારે ખંભાળિયામાં 2.75 ઈંચ વરસાદ ખાબક્યો છે.
  • તો દાહોદના લીમખેડા અને ભાણવડમાં 2.5 કલાકમાં 3 ઈંચ વરસાદ થયો.
  • જ્યારે જામનગરના લાલપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.
  • સવારના 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી 101 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે.
  • હિંમતનગર શહેરની વાત કરીએ તો પોશીના પંથકમાં બે દિવસથી વરસાદી માહોલ છે.
  • તથા વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે જ્યારે બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
101  taluka
  • તેમજ કેશોદમાં પણ સતત 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે.
  • આ સાથે નજીકના ગ્રામવિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થયો છે.
  • જ્યારે દહેગામ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ થયો છે.
  • જેથી સુકાતી ખેતીને જીવતદાન મળતા જગતનો તાત ખુશ થયો છે.
  • તો આ સિવાય શામળાજી અને માલપુર પંથકમાં વરસાદ નોંધાયો છે.
  • જેના કારણે મકાઈ અને મગફળીના પાકને જીવતદાન મળ્યું છે.
  • ઉપરાંત, કચ્છ જિલ્લામાં અબડાસા, નલિયા, કોઠારા, ધુફી, જગડીયામાં વરસાદ થયો છે.
  • આ સિવાય અરવલ્લી, ઊંઝામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024