પાટણ (PATAN) શહેર સહિત સિદ્ઘપુર તાલુકામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેમાં પહેલા ધૂળ ની ડમરી ઉડ્યા બાદ પાટણમાં ઝરમર વરસાદ સહિત સિદ્ઘપુર પંથકના કાલેડા, દશાવાડા, કલ્યાણા, કુંવારા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા તૈયાર પાકને લઇ ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહયા છે.
પાટણ અને સિદ્ઘપુર પંથક સિવાય અનેક વિસ્તારોમાં ભારે ઉકળાટ બાદ વરસાદ થતા લોકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી હતી.
બીજી તરફ તૈયાર પાકોને લઈ નુકસાનની ભીતિ જગતનો તાત સેવી રહયો છે. ત્યારે બાજરી જેવા ઉભા પાકો ખેતરોમાં પથરાઈ ગયા હતા .હાલ તૈયાર પાકોમાં વરસાદ થતાં ખેડૂતો ઉપરચિંતાનું મોજું ફરી વળ્યું છે.