20 August
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20મી ઓગસ્ટ (20 August) સુધીમાં ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ આ આગાહીને કારણે તંત્ર પણ એલર્ટ થયુ છે. નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના પગલે પાણી ભરાતા હોય તેવો કોઝ-વે બંધ કરવા સૂચના પણ આપવામાં આવી છે.
દરિયો 17 થી 20 ઓગસ્ટ (20 August) તોફાની રહેવાની આગાહી કરવામાં આવી છે. અમરેલીના જાફરાબાદ તંત્ર દ્વારા માછીમારોને સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની મતે સાંચબંદર, શિયાળબેટ, રાજપરામાં સૂચના અપાઈ છે. જાફરાબાદ બોટ એસોશિએશને તમામ બોટ લાંગરી દીધી છે.
- આ પણ વાંચો : Amul નું આ દૂધ જે ફ્રિજમાં રાખ્યા વિના પણ 90 દિવસ સુધી નહીં બગડે
- આ પણ વાંચો : હોમ લર્નીગ ચેનલમાં વિદ્યાર્થીઓની ખુલ્લેઆમ Love chatting
17 ઓગસ્ટના રોજ વરસાદની તીવ્રતા વધી જશે. તેથી બનાસકાંઠા, આણંદ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ઉપરાંત પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદની અગાઘી કરવામાં આવી છે.
18 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ભરૂચ, નર્મદા, સુરત,તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ,દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લામાં મધ્યમથી સામાન્ય વરસાદ રહેશે.
19 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, સુરત, નવસારી, કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
20 ઓગસ્ટ (20 August) નાં રોજ સૌરાષ્ટના અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથ જિલ્લાઓમાં તથા બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, સુરત, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સાથે ભારે વરસાદની આગાહી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.