Rajkot
રાજકોટ (Rajkot) માં હૃદય ધ્રુજાવી દે તેવા એક્સિડન્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ઔડી કારના ચાલકે બાળક પર ઔડીના પૈડા ફરી વળતા તેનુ મોત નિપજ્યું છે.
આ ઘટના રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે ગઈકાલે બપોરે 2 વાગ્યે બની હતી. જેમાં દોઢ વર્ષનો બાળક ઔડી કારની નીચે કચડાયો હતો. આ ઘટનામાં બાળક રમતા રમતા કાર નજીક આવીને ઉભો રહ્યો હતો.આ દરમિયાન કાર ચાલકે અચાનક કાર ચાલુ કરી ચલાવતા બાળક કાર નીચે કચડાયો હતો. કાર નીચે કચડાઈ જતા બાળકનું મોત નિપજ્યું હતું.
બાળકને કચડીને કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકે દમ તોડ્યો હતો. આ ઘટના અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
આ પણ જુઓ : અમદાવાદમાં પાર્ક કરાયેલી ખાનગી બસો આગમાં બળીને ખાખ થઈ
આ ઘટનામાં યશ બગડાઈ નામનો યુવકણ ગાડી ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી યશ વિમલ બગડાઈની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.