rajkot builder jairam patel viral suicide note

Rajkot શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને જાણીતા બિલ્ડર જેરામભાઈ કુંડારીયાએ ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ યુનિવર્સિટી પોલીસને થતા યુનિવર્સિટી પોલીસ દ્વારા તેમની ફરિયાદના આધારે રાજકોટના રાકેશ નથવાણી અને મોરબીના ઠાકરશીભાઈ પટેલ વિરુદ્ધ મની લેન્ડર્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા બે પૈકી એક આરોપી રાકેશ નથવાણીની ધરપકડ કરી છે. જ્યારે કે મોરબીના ઠાકરશી પટેલની હજુ પણ શોધખોળ શરૂ છે.

ગત છઠ્ઠી તારીખના રોજ જાણીતા બિલ્ડર દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં હજુ સુધી રાજકીય વર્ગ ધરાવનાર ઠાકરશી પટેલને પોલીસ પકડી શકી નથી. તો બીજી તરફ સમગ્ર મામલે જાણીતા બિલ્ડર જયરામ કુંડારીયાની કથિત વાયરલ નોટ સોશિયલ મીડિયામાં ફરી રહી છે. જે વાયરલ નોટમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના નામ પણ લખવામાં આવ્યા છે. ત્યારે કથિત વાયરલ નોટ મામલે ડીસીપી સુધીર દેસાઈ સહિતના અધિકારીઓ દ્વારા મૌન સેવવામાં આવ્યું છે.

સુસાઈડ નોટમાં રાકેશ નથવાણી પર 80 લાખના બદલામાં 2 કરોડ વસૂલ્યાનો આક્ષેપ કરાયો છે. તો ટી.ડી.પટેલ પર 2 કરોડના 24 કરોડ વસૂલ્યાનો આક્ષેપ છે.

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા જણાવ્યું કે, ‘મારે કોઈ જ લેવાદેવા નથી. જે કઈ તપાસ થશે તેમાં તથ્ય બહાર આવશે. જો પોલીસ તપાસ થશે અને મારા સુધી આવશે તો હું પૂરો સાથ સહકાર આપીશ, પરંતુ થયેલા આક્ષેપોમાં મારે કોઈ જ લેવાદેવા નથી, જે કાંઈ હશે એ સત્ય તપાસમાં જ બહાર આવશે.’

આ મામલે રાજકોટ યુનિવર્સિટી પોલીસનું કહેવું છે કે, આવી કોઈ સુસાઈડ નોટ અમને મળી નથી. જેરામ કુંડારિયાએ જે સમયે 2 નામ આપ્યા તેમાં FIR કરી છે. રાકેશ નથવાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેરામ કુંડારિયાની તબિયત સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. જેરામ કુંડારિયાનો પરિવાર પણ વાયરલ સુસાઈડ નોટ અંગે અજાણ છે.

હવે બિલ્ડર અગ્રણીના આપધાત પ્રયાસમાં ભાજપના ધારાસભ્યનું નામ ઉંછળ્યું છે. બિલ્ડરની કથિત સુસાઈડ નોટમાં મોરબીના MLA કાંતિ અમૃતિયાના નામનો ઉલ્લેખ કરાયો છે.  ભાજપના MLA કાંતિ અમૃત્તિયાનું કથિત સુસાઈડ નોટમાં નામ આવતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. 

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024