Jetpur PGVCL

પીજીવીસીએલ તંત્રની બેદરકારીને લીધે જીવલેણ અકસ્માત થવાની ભિતી.

ખેડૂતની રજૂઆતો વીજ કંપનીને બહેરા કાને અથડાય છે.

જેતપુરના પીઠડીયા ગામનાં ખેડૂત વીજ કંપનીની બેદરકારીથી ભારે પરેશાન બન્યા છે. પીઠડીયા ટોલ ટેકસ પાસેના ખેતરોમાંથી પસાર થતી ગોંડલ ડિવિઝનના કાગવડ ફીડરની વીજલાઇન ખેડૂતોનાં ખેતરમાંથી પસાર થયા છે. જે વીજલાઇન ના તાર અચાનક નીચે પડ્યા છે તેમજ વીજ થાંભલો જર્જરિત થયો છે જેનાં લીધે ખેડૂતોનાં ઊભા પાકને નુકશાની તેમજ કોઈ જાનહાનિ સર્જાશે તો જવાબદારી કોની? તે પણ એક પ્રશ્ન સતાવી રહ્યો છે.

આ અંગે ખેડૂત દ્વાર અનેક રજૂઆતો કરવા છતાં જવાબદાર વીજ કંપની અધિકારીઓ બેદરકારી દાખવતા હોય ખેડૂતોમાંથી વિજ કંપની સામે ઉગ્ર રોષ ઉઠ્યો છે. કાગવડ ફીડર વીજલાઇન પસાર થાય છે. આ વીજ લાઇનનાં જીવંત વીજ વાયરો ખેતરોમાં એકદમ નીચે પડ્યા છે ખેડૂતો માટે આફતરૂપ બનેલ વીજ વાહનો ઉચી કરવા વીજકંપનીનાં અધિકારીઓને અવાર-નવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં વીજ વાયરો ઉંચા કરાવવાની કામગીરી થતી ન હોય વીજ કંપનીની બેદરકારી સામે ખેડૂતોમાંથી ભારે રોષ ઉડ્યો છે.

આ અંગે ખેડૂતે વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. જે વીજ વાયરો પસાર થાય છે તે પણ રસ્તાને અડકીને આવેલા ખેતરમાં પસાર થતા હોઈ ખેતર માલિક પાકને પાણી આપતાં પણ ભય અનુભવે છે. લેખિત રજૂઆતો પીજીવીસીએલને કરી છે પરંતુ આજદિન સુધી તંત્રએ આ અંગે કોઈ જ કાર્યવાહી કરી નથી.