સંત શિરોમણી રવિદાસ મેમોરિયલ રિસર્ચ સેન્ટર, રવિધામ ગુજરાત આયોજિત સંત શિરોમણી રવિદાસ બાપુ ની ૬૪૫ મી જન્મ જયંતિની ઉજવણીના કાર્યક્રમોમાં પાટણ જિલ્લાના બહોળા પ્રમાણમાં રવિભક્તો અને ધાર્મિક જનતા જોડાય તે માટેના પ્રચાર પસાર અંતર્ગત પાટણ શહેરના આજબાજુના ગામો વિસ્તારમાં રિક્ષા એસોસિયેશનના રવિ ભક્તો દ્વારા રવિદાસ જયંતિ ની ઉજવણીની પત્રિકાઓ, રવિધામ ની ઝંડીઓ, ખેસ જેવું સાહિત્ય મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે રવિધામ ના પ્રમુખ વિનોદભાઈ સોલંકી, મહામંત્રી નરેન્દ્ર પરમાર, ઉપપ્રમુખ અશોકભાઈ પરમાર, ખજાનચી પરસોત્તમભાઈ વડાલીયા, સંગઠન મંત્રી મુકેશભાઈ મકવાણા, એચ. યુ. સોલંકી, સેવાંતિભાઈ પરમાર, દિનેશભાઈ પરમાર, વસ્તારામભાઇ ચૌહાણ, ઈશ્વરભાઈ શર્મા, સંત રોહીદાસ જન્મ જયંતીના સહ ઇન્ચાર્જ પરેશભાઇ મકવાણા, પાટણ નગરપાલિકા ના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા વિગેરે પાટણ ખાતેના રવિધામ કાર્યાલયએ ઉપસ્થિત રહી પ્રચાર પસાર એ જતી રિક્ષાઓને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સંત શિરોમણી રવિદાસ બાપુ ની ૬૪૫ મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે સંત શિરોમણી રવિદાસ મેમોરિયલ રિસર્ચ સેન્ટર, રવિધામ ગુજરાત દ્વારા રાધનપુર ના હનુમાન મઢીના મહંત પ.પુ. સંત કરસનદાસ બાપુ ની નિશ્રામાં પાટણ ખાતે તા.૧૬ ફેબ્રઆરી ના રોજ સવારે ૯ થી ૧ ભવ્ય શોભાયાત્રા લીલીવાડી થી ડૉ.આંબેડકર પ્રતિમા સુધી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાની ઉપસ્થિતિમાં આંબેડકર બાગમાં ૨ થી ૫ કલાક સુધી બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ ડાયરાના કલાકાર બાબુલ બારોટ અને રાકેશભાઈ સ્વામી ગ્રુપ દ્વારા ભવ્ય ડાયરો અને ભજન સત્સંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.