સમાજના ડરે ગોંડલની પ્રેમિકા સાથે ભાગેલો રાજકોટ (Rajkot) પ્રેમી તેની પ્રેમિકાના સાંજે પરત મૂકી જ તો રહ્યો હતો. જોકે, શરમ સંકોચમાં મૂકાઈ ગયેલી યુવતીએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ માંગતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે.

યુવતીએ 181ને ફોન કરીને કહ્યું હતું કે ‘હું પ્રેમી સાથે ઘર છોડીને ભાગી હતી, તે મને મૂકીને જતો રહ્યો છે, મારી મદદ કરો’ જોકે, આ ફોન મળતાની સાથે જ યુવતીની ભૂલ પશ્ચાતાપમાં બદલાઈ ગઈ અને તેને નવી જિંદગી પણ મળી ગઈ હતી.

આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતી એક 35 વર્ષીય યુવતી કંપનીમાં નોકરી કરે છે. આ યુવતીને રાજકોટના યુવક સાથે પ્રણય ફાગ ખીલ્યો હતો. જોકે, બંનેની જ્ઞાતિ અલગ અલગ હોવાથી સમાજ નહીં સ્વીકારે તેવો ડર પ્રેમી પંખીડાઓને સતાવી રહ્યો હતો.

દરમિયાન સાથે જીવવા મરવાના કોલ આપી ચુકેલા આ પ્રેમીઓએ ફાની દુનિયાનો ડર મૂકીને સાથે જીવી લેવાનું નક્કી કર્યુ હતું.

યુવકે યુવતીને ઘર છોડવાનું કહી દીધું હતું એટલે યુવતી સર્વસ્વ છોડીને પોતાના પ્રિયતમ સાથે રહેવા માટે આવલી ગઈ હતી. દરમિયાન યુવક પણ તેને લઈને નીકળી ગયો હતો. જોકે, કહાણીમાં ટ્વીસ્ટ ત્યારે આવ્યો જ્યારે યુવતીના પરિવારજનોને ઘટનાની જાણ થઈ છે તેવો ડર યુવકને સતાવ્યો અને તેનો પ્રેમ બાષ્પીભવન થઈ ગયો. યુવક આખો દિવસ રહ્યા બાદ પ્રેમિકાને પરત મૂકી ગયો અને ગોંડલ આવી અને તરછોડી દીધી.

પોતાના પ્રેમ ખાતર માબાપને છોડીને આવેલી પ્રેમિકા માટે હવે ઉપર આકાશ અને નીચે ધરતી હતી. શરમમાં મૂકાયેલી યુવતીને ક્યાં જવું અને કોને કહેવું તેની સમજ નહોતી પડતી. જોકે, આ ડરની વચ્ચે તેને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહિલા હેલ્પ લાઇન અભયમ યાદ આવી. યુવતીએ 181 નંબર પર ફોન કર્યો અને મદદ માંગી. 181એ આજદિન સુધી જે કરતી આવી છે તે જ થયું ઘડીના છઠ્ઠા ભાગમાં એક દીકરીની મદદ માટે અભયનની ટીમ આવી પહોંચી.

યુવતીએ પોતાના પરિવાર પાસે ખુલ્લા મને સ્વીકાર કરીને માફી માંગી. પરિવારે ભવિષ્યમાં આ ભૂલ ન થાય તે શરતે સ્વીકાર પણ કરી લીધો. આમ પ્રેમમાં દગો ખાયેલી યુવતીને અંતે તો પોતાના પરિવારનો જ સહારો મળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024