વિમલ સોંદરવા, ધોરાજી : રાજકોટ (Rajkot) જિલ્લાનાં ધોરાજી માંથી મરચા ની ચોરી કરતી ગેંગ પકડાઈ છે. ખેતરમાં સુકવણી માટે રાખેલા મરચાની ચોરી કરતી જૂનાગઢની ગેંગના 5 શખ્સો ઝડપાયા હતા.
ધોરાજીના ખેતરમાંથી 1.12 લાખ અને જામકંડોરણાના પાદરીયાની વાડીમાંથી 70 હજારના મરચાની ચોરી થઈ હતી. જામકંડોરણામાં થી 34 ભારીમાં મરચા રાખેલા જેમાંથી 14 ભારી મરચા 28 મણ ચોરી થયા હતા.
આ અંગે ધોરાજીના ખેડૂતે બે દિવસ પહેલા 32 મણ મરચા ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. ખેડૂતની ફરિયાદના આધારે ધોરાજી પોલીસે મરચાની ચોરી કરતી ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા હતા.
આ સાતિર ચોર રાત્રિ દરમિયાન રેકી કરી ખેતરમાંથી મરચાની ચોરી કરતા હતા. ધોરાજી પોલીસે આરોપીઓના કબ્જામાંથી 2 લાખની કિંમતનું વાહન, 6 મોબાઇલ ફોન, રૂ. 50 હજારની રોકડ મળી કુલ રૂ. 2.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો . આરોપીઓને ઝડપી ધોરાજી પોલીસે આગળની કાર્યવાહી તેજ કરી હતી.