પ્રતાપ સીસોદીયા, જુનાગઢ : જુનાગઢ માળીયા હાટીના તાલુકાના જોડણી ગામે આજે વહેલી સવારે 4:00 વાગ્યા આસપાસ કમૌસમી વરસાદ પડતા ગામમાં પાણીથી ખાડાઓ ભરાયા હતા. માળીયા હાટીનાની આજુબાજુ ગામડાઓમાં કમોસી વરસાદ પડતાં કેરી સહિત પાકો માં નુકશાની થવા પામી હતી.
ચુલડી ગામે વહેલી સવારે વરસાદ પડતાં ખેતીના ઉનાળું પાક કાળા જીરા તેમજ તલ અડદ સહીતના પાકને ભારે નુકસાની થયાની ભીતી સેવાઈ રહી છે. હાલ ખેતરોમાં કાળા જીરા નાં પાથરાઓ ખેતરમાં પડ્યા છે અને પાક તૈયાર થવાનાં આરે આવતાજ વરસાદ પડતાં ખેતીના પાકને ભારે નુકસાની થઈ હોવાનું અનુમાન.
વરસાદના અણધાર્યા આગમન થી ખેડૂતોના શ્વાસ અધ્ધર થયા છે ત્યારે પાકેલો મોલ (પાક) વેંચાય તે પહેલા જ વરસાદના કારણે બગડી ગયો છે.તો ધાણા,જીરું,કેરી,ઘઉં,અને ઉનાળુ પાકો નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ થયા છે.. સતત છેલ્લા પાંચ છ દિવસથી અચાનક આવતા કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે તો બીજી તરફ શહેરી વિસ્તારમાં પણ સોસાયટીઓમાં પાણી ભરાયા છે.