મહેસાણા બાયપાસ ખારી નદી નીચેથી લાશ મળવાનો કેસ : હત્યાનો ભેદ ઉકેલ્યો

પોસ્ટ કેવી લાગી?
  • મહેસાણામાં બે દિવસ પહેલા યુવતીની હત્યા બાદ સળગાવેલી હાલતમાં મળી હતી લાશ
  • મહેસાણા પોલીસે માત્ર 48 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો
  • હત્યા મૃતક યુવતીની માતાના પ્રેમીએ કરી હોવાનું આવ્યું સામે
  • માતાના પ્રેમી ચાણસ્માના પરેશ જોષીએ કરી હતી હત્યા
  • ભૂમિને ફરવાના બહાને મહેસાણા લાવી હત્યા બાદ સળગાવી હોવાનું આવ્યું સામે
  • યુવતીને હથોડાના ઘા મારી ક્રૂર હત્યા કરી હોવાનું તપાસમાં આવ્યું સામે
  • મહેસાણા પોલીસે હત્યારા પ્રેમીની ચાણસ્માથી કરી ધરપકડ

માતા ને થયો 34 વર્ષીય યુવાન સાથે પ્રેમ.. અને પ્રેમ માં અંધ બનેલી એક દીકરીની માતા પોતાની યુવાન દીકરી સામે જ પ્રેમી સાથે પ્રણયમાં રાચવા લાગી. જો કે માતાની આ પ્રેમ લીલા નો દીકરી વિરોધ કરવા લાગી, અને દીકરીના વિરોધની વાત પ્રેમીને કહી. અને પ્રેમીએ પોતાના પ્રેમમાં આડખીલી રૂપ દીકરી ની ક્રૂર હત્યા નિપજાવી દીધી. જો કે મહેસાણા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા યુવક ને ઝડપી લઈ જેલ હવાલે કરી દીધો છે. મહેસાણા પોલીસ ને 30 નવેમ્બરના રોજ અર્ધ બળેલી હાલતમાં કિશોરી નો મૃતદેહ મળ્યો અને તપાસમાં તેની હત્યા માતાના જ પ્રેમીએ કર્યું હોવાનું ખુલ્યું છે.

માતાને થયો પ્રેમ… અને માતાના પ્રેમ ના ચક્કરમાં એક નિર્દોષ કિશોરીએ જીવ ગુમાવવો પડ્યો..પ્રેમ આંધળો હોય એ તો આપણે જોયું પણ છે અને સાંભળ્યું પણ છે.પણ પ્રેમ કરે કોઈ બીજું અને સજા ભોગવે કોઈ બીજું … ! જી હા સિદ્ધપુર ખાતે રહેતી ભૂમિ જાટ નામની એક 17 વર્ષીય કિશોરીને માતાના પ્રેમના ચક્કરમાં જીવ ખોવો પડ્યો છે મહેસાણા પોલીસને ગત તારીખ 30 નવેમ્બર ના રોજ અર્ધ બળેલી હાલતમાં એક અજાણી કિશોરીની લાશ મળી હતી.અને લાશની ઓળખ વિધિ દરમિયાન આ લાશ સિદ્ધપુર ખાતે રહેતી ભૂમિ જાટ ની હોવાનું ખુલ્યું. પોલોસે ભૂમિ જાટ ની વિગત મેળવતા તે છેલ્લે તેની માતાના પ્રેમી પરેશ જોશી સાથે જોવા મળી હોવાની માહિતી મળી હતી. પોલીસ ને પરેશ ની વર્તણુક ઉપર શંકા ઉપજી અને કડક પૂછપરછમાં પરેશ જોશી ભાંગી પડ્યો અને ભૂમિ પ્રેમમાં આડખીલી રૂપ હોવાને કારણે તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી. મહેસાણા પોલીસે પરેશ જોશી ની ધરપકડ કરી જેલ હવાલે કરી દિધો છે

હત્યા કરી સળગાવી દેવાયેલી કિશોરી અને તેનો પરિવાર અગાઉ ચાણસ્મા ખાતે રહેતો હતો.તે વખતે આ પરિવાર ની પાડોશમાં રહેતો પરેશ જોશી નામનો 34 વર્ષીય વ્યક્તિ કિશોરી ની માતા કામિની જાટ ના સંપર્કમાં આવ્યો હતો. અને તે દરમિયાન કિશોરીની માતા અને પરેશ જોશી વચ્ચે પ્રેમ સંબધ બંધાયો હતો. દરમિયાન કિશોરી ની માતા અને પરેશ જોશી સિદ્ધપુર ખાતે રહેવા માટે ચાલ્યા ગયા હતા. અને કિશોરી ભૂમિ પણ તેમની સાથે સિદ્ધપુર રહેવા આવી હતી. પણ પહેલે થી પોતાની માતા ના પ્રેમ નો વિરોધ કરતી ભૂમિ ને માતા ના રંગ રલીયા પસંદ ન હોવાથી તે સતત વિરોધ કરતી હતી. આ વિરોધ ને કારણે પરેશ જોશીએ ભૂમિ ની હત્યા નો પ્લાન બનાવ્યો હતો. અને યોજના મુજબ 29 નવેમ્બર ના રોજ પરેશ ભૂમિને લઈને મહેસાણા ફરવા માટે આવ્યો હતો. જ્યાં નુગર ગામ પાસે ભૂમિના માથામાં હથોડા ઝીંકી દઈ મોત નિપજાવી લાશ સળગાવી દીધી હતી. ત્યારબાદ પરેશ એકલો સિદ્ધપુર આવી ગયો હતો. અને ભૂમિને સિદ્ધપુર ચોકડી ઉપર ઉતાર્યા બાદ ઘરે પરત નહીં આવી હોવાની કહાની ઉભી કરી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ માટે પહોંચ્યો હતો. પણ પોલીસ ની પૂછપરછમાં પરેશ નો ભાંડો ફૂટી ગયો છે

પ્રેમ કરવો એ ગુનો નથી.પણ પ્રેમ ના કારણે કોઈને જીવ ખોવો પડે તે પ્રેમ ને શુ કહેવું… ! આ ઘટનામાં માતા ના પ્રેમ ને કારણે એક નિર્દોષ કિશોરીને જીવ ગુમાવવો પડ્યો છે

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures