ગરવી ગુજરાતના અણહિલવાડની ઐતિહાસિક નગરી પાટણની ઓળખસમી વર્લ્ડ હેરીટેજ રાણીની વાવ અસ્મિતાને ઉજાગર કરવા રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર-પાટણના સંયુક્ત ઉપક્રમે તા. ૦૪ અને ૦૫ ડીસેમ્બર-૨૦૧૮ના રોજ રાત્રે ૮.૦૦ કલાકે એમ્ફી થીયેટર, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણ ખાતે ભવ્ય લોક ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે.


સંગીત મઢ્યા નેત્રદીપક કાર્યક્રમમાં પ્રથમ રાત્રે તારીખ ૪ ડીસેમ્બરના રોજ ગુજરાતનું ગૌરવ અને બોલીવુડના સુપ્રસિધ્ધ પ્લેબેક ઓસમાણ મીર એન્ડ ગ્રૃપ, સાહિતકાર ચતુરદાન ગઢવી અને હાસ્ય કલાકાર નટુભાઇ પટેલ શ્રોતાઓને સંમોહિત કરશે. તારીખ ૫ ડીસેમ્બરની રાત્રે સુપ્રસિદ્ધ લોક ગાયીકા સંગીતા લાબડીયા, લોક ગાયક બ્રીજરાજ લાબડીયા, હાસ્ય કલાકાર ભરત રાવલ અને સાહિત્યકાર નવઘણસિંહ વાઘેલા તેમની કલાની પ્રસ્તુતિ કરશે.


આ જાજરમાન કાર્યક્રમનું ઉદૃઘાટન શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર અને સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ કરશે. પાટણના સાંસદશ્રી લીલાધરભાઇ વાઘેલા અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વાસણભાઇ આહિર મુખ્યમહેમાનપદે ઉપસ્થિત રહેશે અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, ઉદૃઘાટન સમારોહમાં જીઆઇડીસીના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂત, પાટણના ધારાસભ્યશ્રી ર્ડા. કિરીટભાઇ પટેલ, સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર સહિત ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વિનુભાઇ પ્રજાપતિ, નગરપાલિકા, પાટણના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેનાર છે.


રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ઐતિહાસિક સ્થળના વર્ધન માટે વર્લ્ડ હેરીટેજ રાણીની વાવ ઉત્સવ કાર્યક્રમનું દર વર્ષે આયોજન કરાય છે. જિલ્લા વહીવટી તંત્ર આ કાર્યક્રમને શાનદાર રીતે સફળ બનાવવા પ્રયત્નશીલ છે.

પ્રથમ રાત્રિએ સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર ઓસમાણ મીર એન્ડ ગ્રૃપ, સાહિત્યકાર ચતુરદાન ગઢવી અને હાસ્ય કલાકાર નટુભાઇ પટેલ કલાના કામણ પાથરશે.


બીજી રાત્રિએ સુપ્રસિધ્ધ લોક ગાયીકા સંગીતા લાબડીયા – લોક ગાયક બ્રીજરાજ લાબડીયા, હાસ્ય કલાકાર ભરત રાવલ અને સાહિત્યકાર નવઘણસિંહ વાઘેલાનો કાર્યક્રમ યોજાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024