PFI

PFI

મુસ્લિમ સંગઠન પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના મહાસચિવ રઉફ શરીફની તિરુવનંતરુપરમના એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. યુપીના હાથરસ રેપ અને હત્યા કાંડના મામલે યુપી પોલીસ શરીફને શોધી રહી હતી.

કેન્દ્રીય એજન્સીઓએ તપાસના ભાગરુપે તેની પૂછપરછ માટે નોટિસ આપી હતી. નોટિસ આપી હોવા છતા તે હાજર થઈ રહ્યો નહોતો. આજે તેને એરપોર્ટ પર અટકાવાયો હતો. શરીફ દેશ છોડવાની ફીરાકમાં હોવાનુ કહેવાઈ રહ્યુ છે.

આ પણ જુઓ : અમદાવાદમાં કાકાના જ દીકરાએ પરિવારના સભ્યો પર કર્યો એસિડ એટેક

સૂત્રોનુ કહેવુ છે કે, હાલમા પૂછપરછ ચાલી રહી છે અને જરુર પડે તો શરીફની ધરપકડ પણ કરાઈ શકે છે. શરીફના ખાતામાં વિદેશથી પૈસા આવ્યા હોવાના આરોપોની પણ તપાસ ચાલી રહી છે. પીએફઆઈ પર દિલ્હી હિંસા માટે પણ ફંડ પુરુ પાડવાનો આરોપ છે. હાથરસમાં પણ પીએફઆઈએ ઉશ્કેરવાની ભૂમિકા ભજવી હોવાનુ કહેવાઈ રહ્યુ છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024