થોડા દિવસોથી એક વખત ફરી ડીમોનેટાઈઝેશન થવાની અફવાહ ઉડી રહી છે, તેને લઈને ડરવાની જરૂર નથી.
હાલ સરકાર 100, 50 અને 10 રૂપિયાની નાની કરન્સી નોટ બંધ કરવાની નથી. આ અંગેની સ્પષ્ટતા આજે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI) એ કરી છે.
પાંચ, 10 અને 100 રૂપિયાની અમુક ચલણી નોટો માર્ચ મહિના પછી નહીં ચાલે (Demonetization of old banknotes) તેવા અહેવાલ પર રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India) તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.
આરબીઆઈએ પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે આ અંગેના જે અહેવાલ ફરતા થયા છે તેમાં કોઈ તથ્યો નથી. આરબીઆઈ (RBI)ની આવી કોઈ યોજના નથી.
With regard to reports in certain sections of media on withdrawal of old series of ₹100, ₹10 & ₹5 banknotes from circulation in near future, it is clarified that such reports are incorrect.
— ReserveBankOfIndia (@RBI) January 25, 2021
ગત સપ્તાહે મીડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે આ કરન્સી નોટની જુની સીરીઝને ઝડપથી બંધ કરવામાં આવી શકે છે.
એમ કહેવાઈ રહ્યું હતું કે RBI આ વર્ષે માર્ચ સુધીમાં 100, 50 અને 10 રૂપિયાની નાની કરન્સી નોટ બંધ કરવાનું પગલું ભરી શકે છે.