RCB vs KXIP

IPL 2020 ની છઠ્ઠી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને (RCB vs KXIP) 97 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી જીત મેળવી છે. પંજાબે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કેએલ રાહુલની (132) સદીની મદદથી 20 ઓવરમાં 3 વિકેટે 206 રન બનાવ્યા હતા. તો રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ 17 ઓવરમાં 109 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.  

207 રનના વિશાળ સ્કોર બનાવા આરબીસીને પ્રથમ ઝટકો માત્ર 2 રનના સ્કોર પર લાગ્યો જ્યારે દેવદત્ત પડીક્કલ 1 રન બનાવીને શેલ્ડન કોટ્રેલનો શિકાર બન્યો. આ પછી જોશ ફિલિપને મોહમ્મદ શમીએ એલબી આઉટ કરીને બીજો ઝટકો આપ્યો હતો. ટીમને ત્રીજો ઝટકો કેપ્ટન વિરાટ કોહલીના રૂપમાં લાગ્યો, જે કોટ્રેલના બોલ પર 1 રન બનાવી કેચાઉટ થયો હતો. 

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબને કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે સારી શરૂઆત આપી હતી. તો બંન્નેએ 6 ઓવરમાં 50 રન જોડ્યા હતા. પરંતુ સાતમી ઓવરમાં ચહલે મયંકને બોલ્ડ કર્યો હતો. જો કે, મયંક 20 બોલમાં 26 રન બનાવી આઉટ થયો હતો. ટીમને બીજો ઝટકો પૂરનના રૂપમાં લાગ્યો જે 17 રન બનાવી દુબેનો શિકાર બન્યો હતો. 

કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી સ્પિનર રવિ બિશ્નોઈ અને મુરુગન અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય શેલ્ડન કોટ્રેલને 2 તથા મેક્સવેલ અને શમીને એક-એક સફળતા મળી હતી.  ફિન્ચે 21 બોલમાં 20 રન બનાવ્યા હતા. એબી ડિવિલિયર્સ 28 રન બનાવી બિશ્નોઈનો શિકાર બન્યો હતો. વોશિંગટન સુંદરે 30 રન બનાવ્યા. તો તેની ઈનિંગનો અંત પણ યુવા સ્પિનર બિશ્નોઈએ કર્યો હતો. નવદીપ સૈનીએ 6 રન બનાવ્યા હતા. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024