Technology – સેકેન્ડોમાજ આઉટ ઓફ સ્ટોક થઈ ગયો આ સ્માર્ટફોન, જાણો કિંમત.

પોસ્ટ કેવી લાગી?

શાઓમીનો નવો સ્માર્ટફોન Redmi Note 7 Proનાં પ્રથમ સેલમાં કંપનીને શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. ફ્લિપકાર્ટ અને એમાઈની વેબસાઈટ પર આ સ્માર્ટફોનનું પ્રથમ વેચાણ બુધવારે બપોરે 12 કલાકે શરૂ થયું હતું જેમાં 1 મિનિટની અંદર જ ફોન આઉટ ઓફ સ્ટોક થઈ ગયો હતો. એટલેકે બન્ને પ્લેટફોર્મ પર ફોન કેટલીક સેકન્ડ્સમાં જ વેચાઈ ગયો હતો. શાઓમીના ગ્લોબલ વાઈસ પ્રેસીડન્ટ મનુ કુમાર જૈને ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

ભારતમાં ફોનની શરૂઆતી કિંમત 13,999 રૂપિયા નક્કી કરી છે. જેમાં 4GB RAM+64GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. ઉપરાંત 6GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા Redmi Note 7 Proની કિંમત 16,999 રૂપિયા છે.

ફોનમાં 6.3 (16 સેન્ટીમીટર)ની નોચ ડિસ્પ્લે છે. ફોનની સૌથી ખાસ વાત એ છે કે, બેક પેનલ પર Aura ડિઝાઇન છે. જે જોવામાં અલગ લુક આપે છે. ઉપરાંત ફોનની બન્ને બાજુ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન છે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર છે. ફોનના પાવર માટે 4,000 mAhની બેટરી આપવામાં આવી છે. આ દરમિયાન કંપનીએ દાવો કરતાં કહ્યું કે, આને એકવાર ફુલ ચાર્જ કરતાં તેની બેટરી 2 દિવસ સુધી ચાલશે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures